પ્રખ્યાત લોક કલાકાર દેવાયત ખવડને કાયદાકીય મામલામાં મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટએ તેમના જામીન રદ કરી આગામી 30 દિવસમાં પોલીસ મથકમાં આત્મસમર્પણ (સરેન્ડર) કરવાનો આદેશ આપ્યો છે.
દેવાયત ખવડના અમદાવાદ કોર્ટે જામીન રદ કર્યા
માહિતી મુજબ, સાસણગીર ખાતે અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં દેવાયત ખવડ જામીન પર બહાર હતા. પરંતુ ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, દેવાયત ખવડ જામીનની શરતોનો ભંગ કરી રહ્યા છે, તેમજ સાક્ષીઓને ડરાવવાના અને ધમકાવવાના પ્રયાસો કરી રહ્યા છે તેવો આક્ષેપ કરાયો હતો
30 દિવસમાં સરેન્ડર કરવાનો આદેશ
કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટએ દેવાયત ખવડનો જામીન રદ કર્યો છે અને તેમને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં 30 દિવસની અંદર આત્મસમર્પણ કરવાની ફરજ પાડી છે.
આ નિર્ણય બાદ દેવાયત ખવડ સામેની કાર્યવાહી ફરી વેગ પકડવાની શક્યતા છે, જ્યારે કાયદાકીય વર્તુળોમાં આ કેસને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે.




















