સુરત જિલ્લાના ઉમરામાં આવેલી એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકૂટ ગંભીર હિંસક ઘટનામાં પરિવર્તન થઈ છે. મળતી માહિતી મુજબ સામાન્ય તકરાર બાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે.
વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો
આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓ ગંભીર રોષ સાથે સ્કૂલે પહોંચી ગયા હતા અને સળિયો હાથમાં લઇ જવાબદારો સામે ફરિયાદ કરી હતી. તેમણે સ્કૂલના વાઇસ જીએસ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
સ્કૂલમાં ગભરાટનો માહોલ
અચાનક બની ગયેલી આ હિંસક ઘટનાને લઈને સ્કૂલમાં ગભરાટનો માહોલ સર્જાઈ ગયો છે. આ મામલે હવે શાળા સંચાલન અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક વાલીઓ અને નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે વધુ સજાગતા રાખવામાં આવે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.