અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી નાખી હતી, બાદમાં પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે . પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

અમદાવાદ શહેર પોલીસની દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશ પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલ અને તેઓની પત્ની સંગીતાબેન વચ્ચે બપોરે સામાન્ય બાબતે ઝગડો થયો હતો, ઝગડો મારામારી સુધી પહોંચ્યો હતો,પત્ની એટલી ઉશ્કેરાઈ ગઈ હતી કે બોથડ પદાર્થ કોન્સ્ટેબલ પતિ મુકેશના માથામાં મારી દેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.. જેઓને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને તબીબી દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. પતિનું મોત થઇ ગયું હોવાની જાણ થતા પત્ની સંગીતાબેને પણ ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી .

સુત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ પોલીસ કોન્સ્ટેબલની અન્ય કોઈ સ્ત્રી સાથે મિત્રતા મુદ્દે ઝગડો થયો હતો અને ત્યાર બાદ બંને પતિ પત્ની વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી થઇ હતી . મુકેશ પરમારે સંગીતાબેન ને કોઈ વસ્તુ મારી દેતા સંગીતાબેને પણ વળતો પ્રહાર કરી કરી લાકડા નો પાયો માથામાં મારી દેતા મુકેશ ભાઈ લોહી લુહાણા થઇ જમીન પર ફસડાઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો તે સમયે તેમનો નવ વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો. માતા-પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલા દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને ઘટના થી વાકેફ કરતા આસપાસ રહેતા પોલીસ પરિવારના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી,દાણીલીમડા પોલીસે સમગ્ર બનાવ ની ઊંડાણ પૂર્વક તપાસ માટે FSL ની મદદ લીધી છે, FSL ની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ, ઝોન-૬ના પોલીસ અધિકારી સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.





















