Jamnagar Electrocution Death Case: જામનગર જિલ્લાના બેરાજા ગામની સીમમાં શુક્રવારે વીજ કરંટના કારણે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં ભુપત હરજી ઠુંગા નામના ઇસમનું મૃત્યુ થયું હતું. તેઓ પોતાના ઘેટા-બકરાં ચરાવવા ગયા હતા ત્યારે વીજ કરંટનો ભોગ બન્યા હતા
પાકને પશુઓથી બચાવવા વીજ વાયર લગાવ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના એક ખેડૂતની તેમની કબ્જાની જમીન પર ખેતી કરી રહ્યાં હતા. પાકને પશુઓથી બચાવવા માટે કનુભાએ ગેરકાયદેસર રીતે વીજ શૉટના વાયર લગાવ્યા હતા. એમનો ઉદ્દેશ્ય પાકની રક્ષા કરવાનો હતો, પરંતુ આ રીતે વીજ કરંટ પ્રવાહિત કરવો કાયદેસર નથી. જીવતો વાયર હોવાથી વીજ શૉર્ટ થતાં, ઘેટા-બકરાં ચરાવતા સમયે ભુપત હરજી ઠુંગાને વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
ગુનો દાખલ કરી ખેડૂતની ધરપકડ
આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે જામનગર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખેડૂત કનુભા રામસંગ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાઠોડને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાંવ્યું કે આવી ગેરકાયદેસર વીજ લાઇન લગાવવી એક ગંભીર ગુનો છે અને તેનાં પરિણામો જીવલેણ બની શકે છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે




















