ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયો બનતા વાહન ચાલકોની હાલત ખુબ કફોડી બની છે. આ માર્ગ પર ઉડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બે હાલ થઈ રહ્યો છે.
SOU માર્ગ ધૂળિયો બન્યો
રોડ પર ધૂળની ડમરીઓ ઊડતા વાહન ચાલકોના સ્વાસ્થ પર પણ ખતરો સેવાઈ રહ્યો છે. આ માર્ગ ધૂળિયો બનતા ઝીરો વિઝિબિલિટી થઈ જાય છે, જેના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને લાગી રહ્યો છે. બિસ્માર માર્ગના કારણે વાહનોમાં પણ નુકશાન થઈ રહ્યું છે.આ માર્ગ પર વરસાદ પડતા કાદવ, કીચડ થઈ જાય છે. જેના કારણે લાંબો ટ્રાફિક સર્જાય છે.
તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કરી વાહન ચાલકોને બિસ્માર માર્ગથી વહેલી તકે રાહત આપવામાં તેવી લોક માંગ કરી રહ્યા છે.




















