દમણનું રાજકારણ ગરમાયું છે. દમણના સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે નાની દમણ મથકે ફરિયાદ નોંધાવી છે. ગણપતિ વિસર્જન પર્વ નિમિત્તે ઉજવણીને લઈને જિલ્લા તંત્ર દ્વારા બહાર પાડેલા પરિપત્રને લઈને સાંસદ ઉમેષ પટેલે ફેસબુક પર સવાલો ઉઠાવ્યા હતા. પારંપરિક રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી પર રોક લગાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.અત્રે જણાવીએ કે, દીવ દમણના અધિકારીઓને યુપી અને બિહારમાં ચોરી કરીને પાસ થયા છે કે કેમ એવા વિવાદસ્પદ પ્રશ્નો પણ કર્યા હતા.
વાંધાજનક ટિપ્પણી મામલે ફરિયાદ
તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'આઈએએસ અને આઇપીએસ ભણેલા ગણેલા હોય તો ચૂલ્લુભર પાણીમાં ડૂબી મરો એવું પણ કહ્યું હતું, જેમણે બિહાર અને ઉત્તર પ્રદેશનું નામ પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 એક અને તે મુજબ નોંધાયો ગુનો નોંધાયો છે. જે સમગ્ર મામલે નાની દમણના રહીશ રામ કુમાર ઈશ્વર શાહ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદના આધારે નાની દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
'હું પ્રફુલ પટેલથી ડરતો નથી'
જે મામલા બાદ એક મીડિયામાં પોતાનું નિવેદન આપ્યું હતું કે, 'હું પ્રફુલ પટેલથી ડરતો નથી, મેં એમની સામે ભ્રષ્ટાચાર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી છે એટલા માટે મારી સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા હોવાનો કર્યો આરોપ કર્યો હતો. સાંસદ ઉમેશ પટેલે વધુમાં કહ્યું કે, 'પ્રશાસક સાહેબ હું ડરતો નથી 25 FIR કરો કે 50 કરો'.