Home International Mamata Banerjee Will Contest Elections From Bhawanipur Tmc Announces 291 Names For Bengal Election

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી... : TMCએ બંગાળ ચૂંટણી માટે 291 નામોની જાહેરાત કરી, જાણો વિગતે

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:17 PM IST

West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મંગળવારે TMCએ 291 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ યાદીમાં 47 લઘુમતી ઉમેદવારોના નામ સામેલ છે. મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જ્યાં ભાજપે શુભેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, નંદીગ્રામથી પવિત્ર કર અને શ્યામપુકુર બેઠક પરથી શશી પાંજા ચૂંટણી લડશે.

પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકો પર બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 152 અને બીજા તબક્કામાં 142 બેઠકો પર વોટિંગ થશે. મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે.

ભવાનીપુરમાં મમતા વિરુદ્ધ શુભેન્દુ અધિકારી

આ વખતની ચૂંટણીમાં પણ મમતા બેનર્જી વિરુદ્ધ શુભેન્દુ અધિકારી વચ્ચે જંગ જોવા મળશે. મમતા બેનર્જીએ ભવાનીપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે અહીંથી વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીને ટિકિટ આપી છે. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચેની સીધી ટક્કરની ચર્ચાઓ તેજ બની છે.

કોલકાતાની ભવાનીપુર બેઠક મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. આ તેમનું ઘર અને રાજકીય ક્ષેત્ર પણ છે. નોંધનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સોવનદેબ ચટ્ટોપાધ્યાયે મમતા બેનર્જી માટે ભવાનીપુર બેઠક ખાલી કરી હતી, જ્યાંથી મમતા બેનર્જી પેટાચૂંટણી જીત્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now