Home International Gujaratis Who Had Set Out From America To Ahmedabad Got Trapped In Kuwait During The War Baps Saints Saved Their Lives

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત" : જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 07:38 AM IST

અમેરિકાથી અમદાવાદ આવી રહેલાં ગુજરાતીઓ કુવૈતમાં અટવાયાં

વિનાશક યુદ્ધની સ્થિતિમાં બે દેશની બોર્ડર પર અટવાયાં પ્રવાસીઓ

ફસાયેલાં ગુજરાતીઓએ બસમાં કર્યો 1500 કિમીનો જોખમી પ્રવાસ

મિસાઇલ હુમલાઓ વચ્ચે BAPSના સંતોએ બચાવ્યો ગુજરાતીઓનો જીવ

હાલ મિડલ ઇસ્ટના દેશોમાં વિનાશક યુદ્ધ ફાટી નીકળ્યું છે. જ્યાં જુઓ ત્યાં ખતરનાક મિસાઇલોથી હુમલા થઇ રહ્યાં છે. માત્ર સૈન્યા ઠેકાણાઓ જ નહીં હવે તો રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. એમાં વચ્ચે અમેરિકા આગમાં ઘી હોમી રહ્યું છે. આવી સ્થિતિમાં દુનિયાના બીજા દેશો પણ આ આગની ચપેટમાં આવી ગયા છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિમાં વિદેશની ધરતી પર ફલાયેલાં ગુજરાતીઓની વ્હારે આવ્યા સ્વામિનાયરાયણ સંપ્રદાય BAPSના સંતો.

ચારેય તરફ પ્રાણઘાતક મિસાઇલોથી હુમલા થઈ રહ્યાં હતાં. લોકો જીવ બચાવવા માટે બંકરોમાં સંતાઈને રહેતાં હતાં. થોડી થોડી વારે સતત યુદ્ધના સાયરનનો અવાજ આવતો હતો. આસપાસ કોઈ પણ પરિચિત નહોંતું. વિદેશની ધરતી પર દરેક ચહેરા યુદ્ધમાં ફસાયેલાં ગુજરાતીઓ માટે નવા હતા. ક્યાં જવું અને ક્યાં નહીં, કોણ બચાવશે અને ક્યાં રહેવું સુરક્ષિત રહેશે એ મોટા સવાલો હતા. અમેરિકાથી ગુજરાત આવી રહેલાં ગુજરાતી પરિવારો સાથે આ ઘટના બની હતી. અમેરિકાના રોબિન્સવિલેમાં રહેતા ગુજરાતીઓનું એક ગ્રૂપ ત્યાંથી અમદાવાદ આપવવા માટે નીકળ્યું હતું. પરંતુ મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલાં વિનાશક યુદ્ધના કારણે ગુજરાતીઓનું આ આખું ગ્રૂપ કુવૈતમાં ફસાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છેકે, યુદ્ધની સ્થિતિ અને ભારે તણાવની વચ્ચે ફસાયેલાં ગુજરાતીઓના ગ્રૂપમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ હતી. ત્યાં થઈ રહેલાં મિસાઇલ હુમલા અને યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતીઓના આ ગ્રૂપે બચવાની આશા છોડી દીધી હતી. જોકે, અબુધાબીના BAPS મંદિર અને તેના સંત બ્રહ્મવિહારી સ્વામીની મદદથી કુવૈતમાં ફસાયેલું ગુજરાતીઓનું આ ગ્રૂપ હેમખેમ બચ્યું. બાકી તો આ લોકો ચારેતરફ હુમલા વચ્ચે ફસાયેલાં હતાં. જોકે, સ્વામિનાયરણના સંતોની મદદથી ગુજરાતીઓનું આ ગ્રૂપ બે દેશોની બોર્ડર પાર કરીને સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયું છે.

અમેરિકાથી અમદાવાદ આવવા માટે જે ફ્લાઈટ ઉપડી ગુજરાતીઓનું આ ગ્રૂપ તેમાં સવાર હતું. પરંતુ એ દરમિયાન જ ઇરાને કુવૈત પર હુમલો કરી દીધો. જેના કારણે સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે એરસ્પેસ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ફ્લાઇટો કેન્સલ થઇ ગઇ હતી. જેથી અમદાવાદ આવવા નીકળેલું ગુજરાતીઓનું આખું ગ્રુપ કુવૈતમાં અટવાઇ ગયું હતું. કુવૈતમાં તેઓ કોઈને જાણતા નહોતાં. ત્યાંથી કોઈની પાસે થી પણ મદદ મળે તેવી શક્યતાઓ નહોંતી. એવામાં એક હરિભક્તે રોબિન્સવિલેમાં આવેલા BAPS મંદિરનો સંપર્ક કર્યો અને ત્યાંના સંતોને પરિસ્થિતિ અંગે જાણ કરી. જેના પછી રોબિન્સવિલેના સંતોએ અબુધાબીમાં આવેલા BAPS મંદિરના સંત બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. આ ફોન આવ્યાં બાદ તાત્કાલિક બ્રહ્મવિહારી સ્વામી કુવૈતમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલાં ગુજરાતીઓની વ્હારે આવ્યાં.

બ્રહ્મવિહારી સ્વામીએ તાત્કાલિક કુવૈતમાં રહેતા હરિભક્તોનો સંપર્ક કરીને સમગ્ર મામલે મદદ માંગી. સ્વામીએ માહિતી આપી કે, અમેરિકાથી આવી રહેલાં ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિમાં ફસાયા છે. ત્યાર બાદ હરિભક્તોએ પણ સ્વામીના આદેશનું પાલન કરીને કુવૈતમાં ફસાયેલાં તમામ ગુજરાતીઓને સલામત રીતે અમદાવાદ પહોંચાડવામાં મદદ કરી. અમદાવાદ પહોંચતાની સાથે જ ગુજરાતી ગ્રૂપના સભ્યોએ BAPSના સંતોનો આભાર માન્યો હતો.

સમગ્ર મામલે અબુધાબીના BAPS હિન્દુ મંદિરના પ્રમુખ બ્રહ્મવિહારી સ્વામીએ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યુંકે, વિકટ પરિસ્થિતિઓ દરેકના જીવનમાં આવતી હોય છે. એવા સમયે જ માણસની સાચી પરીક્ષા થતી હોય છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે આપણે ભગવાનમાં સાચી શ્રદ્ધા અને ધીરજ રાખીએ તો બધુ સારું થઈ જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now