logo-img
Action Taken In The Case Of Death Of A Couple Due To Electrocution In Narol

નારોલમાં દંપતીનું કરંટ લાગતાં મોત કેસમાં કાર્યવાહી : 5 લોકોની ધરપકડ, AMC નું 'રેઢિયાળ ખાતું' જવાબદાર?

નારોલમાં દંપતીનું કરંટ લાગતાં મોત કેસમાં કાર્યવાહી
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 13, 2025, 11:02 AM IST

Narol Couple Electrocution Death Case: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મટન ગલી વિસ્તારમાં એક અત્યંત દુઃખદ બનાવ બન્યો હતો. જ્યાં રોડ પર ખુલ્લા વીજ વાયર હોવાના કારણે એક દંપત્તિનું કરંટ લાગતાં મૃત્યુ થયું છે. આ દંપત્તિ એક્ટિવા પર સફર કરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરીને 1 કોન્ટ્રાક્ટર 2 એન્જિનિયર અને AMCના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ખુલ્લા વાયરના કારણે દંપતીનું કરંટ લાગતાં મોત થયું!

મૃતક દંપત્તિના માતા હેતલબેનના કહેવા મુજબ, રસ્તા પર વીજળીના કામ દરમિયાન ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી. ખુલ્લા વાયર અને સ્ટ્રીટ લાઇટના ખાંભલા ઢાંક્યાં વિના રસ્તા પર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેને લીધે વરસાદ પછી રસ્તા પર પાણી ભરાયા હતા અને તે પાણીમાં કરંટ ફેલાઈ ગયો હતો. જ્યારે દંપત્તિ પોતાની એક્ટિવા પર ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે તેમનો સંપર્ક વીજ કરંટ સાથે થયો અને તેઓ ઘટના સ્થળે જ વીજ કરંટનો ભોગ બન્યા હતાં.

નિશાંત એન્ટરપ્રાઇઝની બેદરકારી?

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીં મેન્ટેનન્સનું કામ નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેમનો કામ કરતા સમયે યોગ્ય સુરક્ષા અને પગલાં લીધાં નહોતા. આ સિવાય AMC એટલે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેરો પાસે આ કામગીરીનું સુપરવિઝન કરવાની ફરજ હતી.

5 લોકોની ધરપકડ કરી

પોલીસે તરતજ ગુનો નોંધ્યો છે અને નિશાંત એન્ટરપ્રાઇઝના 1 કોન્ટ્રાક્ટર, 2 એન્જિનિયર અને AMCના 2 ઈજનેરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. તમામ વિરુદ્ધ ગંભીર બેદરકારી, જીવને જોખમમાં મૂકવાની નાબૂદ લાપરવાહી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now