આધાર પુરાવા વિનાના વાહનો નું વેચાણ કરતા શખ્સ પાસેથી ત્રણ ટ્રેક્ટર અને એક અર્ટિગા કાર જપ્ત કરી અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા કાયદેસર ની કાર્કયવાહી રવામાં આવી છે. પોલીસ દ્વારા આવા આધારપુરવા વગરના વાહનો વેચતા શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. આધાર પુરાવા વગરના વાહનો વેચતો અબ્દુલ મજીદ તલાટ મૂળ સાત ડેરી મરૂવાડા ધંધુકાનો છે. ત્યારે હાલમાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો. દાણીલીમડાથી અબ્દુલને દબોચી લેવામાં આવ્યો છે.
અબ્દુલ મજીદ તલાટ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગરના વાહનોનું વેચાણ કરતો હતો. ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અબ્દુલ વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે અબ્દુલ પાસેથી 14 લાખ ઉપરાંતની કિંમતના ત્રણ ટ્રેક્ટર અને એક આર્ટિગા જપ્ત કરી છે.