ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના મત્સ્યઉધોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી મહત્વની રજુઆત કરી છે. તેઓએ પાકિસ્તાનની જેલમાં લાંબા સમયથી બંધ રહેલા ભારતીય માછીમારોને મુક્ત કરાવવા અને તેમની માછીમારી બોટોને પાછી મેળવવા માટે ભારત સરકારને રજુઆત કરવાની માંગ કરી છે.
194 ભારતીય માછીમારો પાકિસ્તાનના કબજામાં!
મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી કુલ 194 ભારતીય માછીમારો અને 1173 માછીમારી બોટો પાકિસ્તાનના કબજામાં છે. આ અંગે રાજ્યકક્ષાએથી જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને સમગ્ર મુદ્દો ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ પત્રમાં કેન્દ્ર સરકારને આ મુદ્દે આગળ પગલાં લેવા માટે વિનંતી કરવા પણ જણાવાયું છે જેથી આ માછીમારો અને તેમની બોટોને ઝડપથી મુક્ત કરી શકાય.
MBLની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા પણ રજુઆત કરી
આ સાથે જ મંત્રીએ માછીમારોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સૂચન પણ કર્યું છે. તેમણે માછીમારોની બોટોમાં ટ્રાન્સફોર્મર લગાવવાની રજૂઆત કરી છે, જેથી ઈન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન (IMBL) પાસે પહોંચતા તેઓ ઓળખી શકે કે હવે તેઓ સરહદની નજીક છે અને અનિચાએ પાકિસ્તાનના પાણીમાં પ્રવેશ કરતા અટકી શકે. આ પ્રકારના ટેકનિકલ ઉપાયથી માછીમારોને સુરક્ષા મળશે, પણ ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાશે.




















