નવસારી જિલ્લાના મુનસાડ ગામમા લિવ-ઈન સંબંધમાં રહેલા એક પ્રેમી યુગલના સંબંધનો કરુણ અંત આવ્યો છે. મળતી માહિતી અનુસાર, પ્રેમી રાજુ હળપતિએ પોતાની લિવ-ઈન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુના ઘા મારીને હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.
પ્રેમિકાની હત્યા કરી અને...
ઘટના મુજબ, મુનસાડ ગામમાં આવેલા ખેતરમાં આરોપી રાજુ હળપતિએ લિવિંગ પાર્ટનર સંગીતાને ઉપરા-છાપરી ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા પછી રાજુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાનો ગુનો ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો હતો અને પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. જે સમગ્ર ઘટના બાદ આરોપી રાજુ હળપતિએ ખેતરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રાજુ હળપતિ પહેલેથી જ વિવાહિત હતો અને તેની લિવિંગ પાર્ટનર સાથે સંબંધો અંગે પત્ની સાથે ઝઘડાઓ થતા હતા. ઝઘડાઓ અને તણાવના પગલે રાજુ આ પગલું ભર્યું હતું, પહેલા લિવિંગ પાર્ટનરની હત્યા કરી અને પછી પોતે જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
બંનેના નામ
રાજુ હળપતિ
સંગીત હળપતિ