Home Gujarat Mu Over Money In Bhavnagars Tarsamiya

ભાવનગરના તરસમિયામાં પૈસાની લેતીદેતીમાં હત્યા : છરીના ઘા ઝીંક્યા, આરોપી પોલીસ પક્કડમાં, ત્રણ દિવસના રિમાન્ડ પર

ભાવનગરના તરસમિયામાં પૈસાની લેતીદેતીમાં હત્યા
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 06:07 AM IST

Bhavnagar News : ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં નવા વર્ષની શરૂઆત સાથે જ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની પૈસાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલી અંતે જીવલેણ હુમલામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લઈ ઘટના સ્થળે રીકન્ટ્રક્શન પણ કર્યું છે.

તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ તરસમિયા ગામના રામજી મંદિર પાસે રહેતા 40 વર્ષીય સુરેશભાઈ બુધાભાઈ ડાભી 3 તારીખની રાત્રે અંદાજે દસ વાગ્યાના સમયે તરસમિયા-ખારસી રોડ પરથી પીરની દરગાહ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વિપુલ બારૈયા નામના શખ્સે તેમને રસ્તામાં આંતરી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ અવસાન થયું હતું.

'આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી'

બનાવ અંગે ઇન્ચાર્જ ડીવાયએસપી આર. વી. ડામોરે જણાવ્યું હતું કે, મૃતક સુરેશભાઈ કાપડનો ધંધો કરતા હતા અને તેઓ માલણકા ગામે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયાના ભાભી પાસે ટેલરિંગનું કામ કરાવતા હતા. સિલાઈકામના બાકી રહેલા પૈસાની ઉઘરાણી માટે આરોપીને તેના ભાભીએ મોકલ્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર તકરારમાં ફેરવાઈ અને અંતે આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી હતી.

આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ઘટનાની જાણ થતાં જ ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ કુરેશી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને હત્યામાં સંડોવાયેલા વિપુલ બારૈયાને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી