Home Gujarat Mr Case Registered Against Deceased Yashraj Singh Nephew Of Shaktisinh Gohil

શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો : 'અગમ્ય કારણોસર પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી!' પોલીસ બની ફરિયાદી

શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 24, 2026, 12:35 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશકુમાર સિંહ અને તેમની પત્ની રાજેશ્વરી બાના આકસ્મિક મોતના બનાવમાં અંતે મોટો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ બાદ હવે આ મામલે મૃતક યશકુમાર સિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવો વળાંક આવ્યો છે.

ACP ફરિયાદી બન્યા

પોલીસ મુજબ, અગમ્ય કારણોસર યશકુમાર સિંહે પોતાની પત્ની રાજેશ્વરી પર રિવોલ્વરથી ફાયરિંગ કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી, અને ત્યારબાદ પોતે પણ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં બંનેના મોત થયા હતા. ફાયરિંગ કેસમાં હવે મૃતક યશકુમાર સિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ACP ફરિયાદી બન્યા છે.

રિપોર્ટ બાદ પોલીસે કેસની તપાસ દિશા બદલી

પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM Report) તપાસવામાં આવતા ખુલાસો થયો કે બંનેના મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે થયેલ શોક અને હેમરેજ હોવાનું સામે આવ્યું. આ રિપોર્ટ બાદ પોલીસે કેસની દિશા બદલી.

પોલીસને શંકા!

પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે તે શક્ય નથી, કારણ કે રિવોલ્વરના ટ્રિગર પર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના ગોળી છૂટી શકે નહીં. આ તારણના આધારે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે યશકુમાર સિંહે જ પત્નીને જાનથી મારવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી હતી, અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

મૃતકોના મોબાઇલ ફોનનો રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો

હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માંથી બંને મૃતકોના મોબાઇલ ફોનનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટનાને લઈને વધુ નક્કર માહિતી સામે આવવાની શક્યતા છે. સમગ્ર ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 23 એપ્રિલે,ગોવિંદભાઈ પરમારના નિધનને કારણે ખાલી પડી હતી બેઠક

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત: બે યુવકોના મોત; ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બની સાબિતી

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું": અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન એજન્સીનો મોટો દાવો

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું"

સુરતમાં હેવાનિયત છલકાઈ!: ઉમરપાડામાં સગીર યુવતી પર 5 નરાધમોએ કર્યો ગેંગરેપ

સુરતમાં હેવાનિયત છલકાઈ!

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!: લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!

વડોદરામાં LPGની કોઈ અછત નથી!: દૈનિક જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઉપલબ્ધ, જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી વિગતો

વડોદરામાં LPGની કોઈ અછત નથી!

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત: હોટલ ઉદ્યોગ સંકટમાં, વેપારીઓને ફરી 'માટીના ચૂલા'નો આશરો લેવાની નોબત

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત
Play Video

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ: ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરતો ટેમ્પો ચાલક 30 સિલિન્ડર સાથે ઝડપાયો

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ
Play Video

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ: તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક: ન જેવી બાબતે યુવક પર ચાકુથી જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો: ધારાસભ્ય હિટલરશાહી ચલાવતા હોવાનો કાર્યકરોનો બળાપો, અમદાવાદ ભાજપના વ્હોટ્સએપ મેસેજ વાયરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર: LPG અછતથી 3500થી વધુ એકમો ઠપ્પ!

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ