Home Gujarat Banaskantha Dhanera Commercial Gas Shortage Hotels Cooking On Wood Stoves

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત : હોટલ ઉદ્યોગ સંકટમાં, વેપારીઓને ફરી 'માટીના ચૂલા'નો આશરો લેવાની નોબત

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 09:40 AM IST

ધાનેરા તાલુકામાં કોમર્શિયલ ગેસ બોટલની અછતના કારણે હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે ગેસ સપ્લાય પર અસર પડી છે.

ગેસ ન મળતા નાની-મોટી હોટલો બંધ થવાની કગાર પર પહોંચી ગઈ છે. ચા કીટલીથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધીના વેપારીઓને રોજિંદા વ્યવસાય ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફરી માટીના ચૂલા પર રસોઈ

ગેસ સપ્લાય બંધ થતાં ધાનેરાની અનેક હોટલોમાં ફરી જૂના સમયની જેમ માટીના ચૂલા પર રસોઈ બનાવવાની શરૂઆત થઈ છે. ગેસ ન મળતા હોટલ માલિકોએ લાકડાનો સહારો લઈને રસોઈ શરૂ કરી છે.

રોજગાર પર પડી રહી સીધી અસર

હોટલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કામદારો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે. અનેક પરિવારોનો ગુજરાન હોટલ વ્યવસાય પર આધારિત હોવાથી ગેસની અછત સીધી રીતે રોજગાર પર અસર કરી રહી છે.

લાકડાની અછત થાય તો હોટલો બંધ થવાની ભીતિ

હાલમાં વેપારીઓ સૂકા લાકડાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જો લાકડાની અછત ઊભી થાય તો હોટલો સંપૂર્ણ રીતે બંધ થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.

સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

સ્થાનિક હોટલ વેપારીઓએ સરકાર પાસે તાત્કાલિક કોમર્શિયલ ગેસ સપ્લાય શરૂ કરવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે ગેસ સપ્લાય નિયમિત ન થાય તો હોટલ ઉદ્યોગને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now