Home Gujarat Vadodara Lpg Gas Quantity Vadodara District Supply Administration

વડોદરામાં LPGની કોઈ અછત નથી! : દૈનિક જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઉપલબ્ધ, જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી વિગતો

વડોદરામાં LPGની કોઈ અછત નથી!
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 09:23 AM IST

Vadodara LPG Gas Quantity: વડોદરા જિલ્લા પુરવઠા વહીવટી તંત્ર દ્વારા રાંધણ ગેસ (LPG)ના પુરવઠા અંગેની તાજેતરની અપડેટ જાહેર કરવામાં આવી છે. તા. 15 માર્ચ, 2026ની સવારના આંકડા અનુસાર, જિલ્લામાં ત્રણેય મુખ્ય કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ) પાસે કુલ 20,740 સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લામાં LPGનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 સિલિન્ડર છે. આનો અર્થ એ થાય છે કે દૈનિક જરૂરિયાત પૂરી થયા બાદ પણ પાંચ હજારથી વધુ સિલિન્ડરનો વધારાનો જથ્થો ઉપલબ્ધ છે, જે પુરવઠાની સ્થિતિને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવે છે.

કંપનીવાર સ્ટોકની વિગતો (સવારના આંકડા મુજબ):

ઇન્ડિયન ઓઇલ (IOC): 9,960 સિલિન્ડર ઉપલબ્ધ (દૈનિક વેચાણ: 8,169)

ભારત પેટ્રોલિયમ (BPCL): 5,318 સિલિન્ડર ઉપલબ્ધ (દૈનિક વેચાણ: 3,628)

હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): 5,462 સિલિન્ડર ઉપલબ્ધ (દૈનિક વેચાણ: 3, 778)

ગેસનો પુરવઠો પર્યાપ્ત

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે: ગેસનો પુરવઠો પર્યાપ્ત છે, તેથી અફવાઓથી ગભરાશો નહીં.

બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બુકિંગ ન કરો.

સરકાર દ્વારા તમામ ગેસ એજન્સીઓ પર સઘન મોનિટરિંગ ચાલુ છે, જેથી પારદર્શક અને નિયમિત વિતરણ સુનિશ્ચિત થાય.

આ સ્થિતિમાં નાગરિકોને શાંત રહેવા અને સામાન્ય રીતે જ ગેસ બુક કરાવવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અડચણ ન આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now