Home Gujarat Kinjal Rabari Love Marriage Controversy After Lasundra Patidar Vivad Rabari Samaj

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ! : લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 09:46 AM IST

Gujarati Singer Kinjal Rabari Love Marriage Controversy : ખેડા જિલ્લામાં પ્રેમલગ્નને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન પ્રકરણ બાદ હવે કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામમાં સમાન પ્રકારની ઘટના ચર્ચાનો વિષય બની છે.

કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની રેણુકાબેન અનિલભાઈ પટેલે એક વીડિયો જાહેર કરીને પોતાની દીકરીને પરત લાવવા માટે રબારી સમાજ પાસે વિનંતી કરી છે.

દીકરી ભાગી જતાં માતાની વિનંતી

રેણુકાબેનના જણાવ્યા અનુસાર તેમની દીકરી રબારી સમાજના એક યુવક સાથે ભાગી ગઈ છે અને બંનેએ લગ્ન કર્યા હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેઓ આ સંબંધ સ્વીકારી શકતા નથી.

સમાજના આગેવાનોને અપીલ

પાટીદાર સમાજની મહિલા તરીકે રેણુકાબેને રબારી સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરીને પરત લાવવામાં મદદ કરે. જેમાં તેમણે રબારી સમાજના આગેવાન ઠાકરશી ચૌહાણનો પણ ઉલ્લેખ કર્યો છે.

બંને સમાજ વચ્ચે સંબંધને લઈને ચર્ચા

રેણુકાબેનનું કહેવું છે કે બંને સમાજ વચ્ચે દીકરીઓ લેવા-દેવાનો કોઈ વ્યવહાર ન હોવો જોઈએ. આ મુદ્દે હવે સ્થાનિક સ્તરે ચર્ચા અને વિવાદ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

શું હતો સમગ્ર મમલો?

કિંજલ રબારી આતંરજ્ઞાતિય લગ્નનને લઈને ચર્ચાનો વિષય બની છે. સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમણે પોતાની પસંદગીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. કિંજલ રબારીએ વીડિયોમાં કહ્યું હતું કે, તેઓ રાધનપુર તાલુકાના સિનાર ગામની રહેવાસી છે અને પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી તેઓ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો.તેમણે જણાવ્યું કે પરિસ્થિતિને કારણે તેમના પતિ અશોક ચૌધરી તેમને લેવા આવ્યા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now