Home Gujarat Jetpur Pedhla Chokdi High Speed Car Accident Two Youth Dead

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત : બે યુવકોના મોત; ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બની સાબિતી

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 12:58 PM IST

જેતપુર નજીક રાજકોટ–પોરબંદર હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પેઢલા ચોકડી પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, કાર આશરે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. કારમાં સવાર યુવાનો દ્વારા અકસ્માત પહેલા સ્પીડ દર્શાવતો વીડિયો Instagram સ્ટોરી પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડિવાઇડર સાથે અથડાઈ કાર પલટી

અકસ્માત પેઢલા ચોકડી પાસે બન્યો હતો, જ્યાં કાર ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ અને અનેક ગોથા ખાતી ફંગોળાઈ ગઈ. કારની હાલત જોઈ અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

બે યુવાનોના મોત

અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. જેમાં અવધ અરવિંદભાઈ તિવારી (ઉ.વ. 20) નું ઘટનાસ્થળે જ મોત થયું. દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. 20) ને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું. જ્યારે અક્ષય પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ. 20) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે Junagadh રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે લોકોના ટોળા

અકસ્માત બાદ હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત કારને હટાવી હાઇવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now