સાંસદ મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી અધિકારીઓને ખખડાવવાના અનોખા અંદાજની છાપ ઉભી કરી છે. જોકે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં તેઓ એકદમ ખુલ્લેઆમ અધિકારીઓ પર ગુસ્સે થયા અને તીખી ટિપ્પણીઓ કરી હતી.
''લોકોને રંજાળશો નહીં''
તેમણે જણાવ્યું કે "15થી 20 વર્ષથી કોઈને કંઈ દેખાતું નહોતું અને હવે નોટિસ આપવાની શરૂઆત થઈ છે. વીજ કનેક્શન પણ કાપી નાંખ્યા છે, આ ગંભીર બાબત છે. તમે મામલતદાર બન્યા એટલે તાલુકાના રાજા ન બની જાવ'', સાંસદ વસાવાએ મામલતદાર અને અન્ય તંત્રના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, "મામલતદાર અને કલેક્ટર કંઈ અહીંના રાજા નથી, એટલું સમજી લેજો. લોકોને રંજાળશો નહીં. કોઈપણ તકલીફ હોય તો અમારું સંપર્ક કરો."
''કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરો''
તેમણે વધુમાં જણાવ્યું કે "જ્યાં નોટિસ આપો ત્યાં વિકલ્પ આપો, વિકાસ કરવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ મળીને કામ કરવું પડે, કલેક્ટર રાજા નથી, અમારો પરામર્શ જરૂર કરો, કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરો અને લોકોને રંજાડવા માટે સરકાર નથી."
"અમને શા માટે છંછેડો છો?''
તેઓએ અધિકારીઓને સંભળાવતાં સ્પષ્ટ કહ્યું કે, "અમને શા માટે છંછેડો છો? અમે કાયદાનો અમલ કરતા લોકો છીએ. ખોટું કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે, લોકોને રંજાડવા માટે સરકાર નથી. કોઈ તકલીફ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરો."