આમ તો ગુજરાત એક 'ડ્રાય સ્ટેટ' છે. પરંતુ રાજ્યમાં અમુક જગ્યાએ ગેરકાયદેસર દારૂ વહેચવામાં આવતો હોય છે. બુટલેગરો દારૂ લાવવા લઈ જવા માટે અલગ અલગ નુસખા લગવતા હોય છે. કોઈક સમયે તો પોલીસ પણ ચોંકી જતી હોય છે કે બુટલેગરોને આવા વિચારો આવે છે કયાંથી? આવો જ કે કિસ્સો નર્મદામાંથી સામે આવ્યો છે.
નર્મદાના સાગબારા પોલીસે એમ્બ્યુલન્સ માં લઇ જવાતો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે આ દારૂ એક એમ્બ્યુલસ દ્વારા લઈ જવામાં આવતો હતો. ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એમ્બ્યુલન્સમાં ચોરખાનુ બનાવી દારૂ અમદાવાદ લઈ જવામાં આવતો હતો.
સાગબારા પોલીસે અમદાવાદ લઈ જવામાં આવતો કુલ 3,43,800 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ સાથે બળીને કુલ 13,53,800 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સીઝનમાં અમદાવાદમાં દારૂ વેચવાનો કીમિયો ચાલતો હોય છે. બુટલેગરો શહેરમાં વિદેશી દારૂ લાવવા માટે અવનવા જુગાડ લગાવતા હોય છે.