ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભા યોજાઇ હતી. જેમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ ભ્રષ્ટ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, 'હવે આ ભાજપની સરકાર અટલબિહારી વાજપાઇની વિચારધારા ધરાવતી ભાજપ નથી, આ કળદા કરવાવાળી ભાજપ છે. શિક્ષણનું બજેટ 52000 કરોડ છે છતાં ગુજરાતની જનતાને એક નવી સરકારી સ્કૂલ મળી નથી.'
AAP નેતાએ વધુમાં કહ્યું, 2 કરોડ અને 32 લાખ મહિલાઓને 1000 રૂપિયાની વાત સૌ પ્રથમ AAP એ કરી હતી, પણ ભાજપે એને “રેવડી” ગણાવી અને હવે અન્ય રાજ્યોમાં ભાજપ મહિલાઓને ખાતામાં રૂપિયા આપે છે. બિહારમાં 75 લાખ મહિલાઓને 10 હજાર રૂપિયા ભાજપે આપ્યા? કેમ કે ભાજપને લાગ્યું કે મહિલાઓ બિહારમાં ભાજપને મત નહિ આપે.
ભાજપ પર સવાલ કરતાં ઈસુદાને કહ્યું, ભાજપ બીજા રાજ્યમાં મહિલાઓને 10,000 આપવા તૈયાર છે તો 30 વર્ષથી ભાજપને મત આપનારી ગુજરાતની મહિલાઓને 10,000 ક્યારે મળશે?
ગુજરાતની તમામ મહિલાઓએ હવે ઓટલા બેઠક કરીને ભાજપની મહિલા વિરોધી માનસિકતા દરેક મહિલાઓ સુધી પહોંચાડવી પડશે. ગુજરાતની જનતા એ માલિક છે અને માલિકપણું ગુજરાતની જનતામાં હોવું જરૂરી છે, સરકારને જનતાનો ડર હોવો જોઈએ. ઈસુદાન ગઢવી બોલ્યા.
ઈસુદાને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, ભાજપના નેતાઓ કોઈ કામ કરતા નથી, જનતાને ફક્ત ધક્કા ખવડાવે છે. ખેડૂતોને સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે ભાવ મળ્યા નહિ, ખેડૂતોનું દેવું વધતું જાય છે, કળદાથી ખેડૂતો પરેશાન છે.
ભાજપના ત્રાસથી કંટાળેલી જનતા પરિવર્તન લાવશે એ નિશ્ચિત છે. મુખ્યમંત્રીના ઘરથી 2 કિમી દૂર 5000 ગરીબ લોકોના ઘર ઉજાડવાનું કામ આ આ ભ્રષ્ટ ભાજપે કર્યું. જશોદાનગરમાં પોતાની દુકાન બચાવવા માટે એક મહિલાને આત્મવિલોપન કરવું પડ્યું, આ સરકારની નિષ્ફળતા છે.