રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
દસ વર્ષ બાદ રાષ્ટ્રપતિની હાજરી
ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ત્યારબાદ, પ્રથમવાર કોઈ રાષ્ટ્રપતિ આ સમારોહમાં હાજર રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિને કારણે સમારોહને વિશેષ મહત્વ મળ્યું છે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ રાષ્ટ્રસેવાનો માર્ગ છે.