Home Gujarat Gujarat News Botad Marketing Yard Farmer Protest

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતોના ધામા : અડધી રાતે થઇ પોલીસની એન્ટ્રી, રાજુ કપરાડાની અટકાયત!

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતોના ધામા
Published by: OBS Bureau
Last Updated: Oct 11, 2025, 12:24 PM IST

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે હજારો ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો કપાસના વેપારીઓ સામે ઉગ્ર બન્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો.

સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો બેસીને નારાબાજી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા મધરાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કપરાડાની અટકાયત કરી હતી. રાજુ કપરાડાની અટકાયત બાદ ખેડૂતો વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ સામે નારાબાજી કરી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને કારણે યાર્ડ વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
ખેડૂતોનો આરોપ છે કે કપાસના વેપારીઓ ખોટા તોલ, ખોટા ભાવે ખરીદી અને ગેરરીતિઓ દ્વારા ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તપાસ કરે અને કપાસના ભાવમાં ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરે.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવને લઈને ચાલી રહેલા આ વિવાદે હવે રાજકીય રંગ પણ ધારણ કર્યો છે. પોલીસે શાંતિ જળવાઈ રહે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શાહીદ કપૂરની 'ફર્ઝી' જોઈ આવ્યો નકલી નોટો છાપવાનો વિચાર
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર