ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ જગદીશ વિશ્વકર્મા સીધા ગુજરાત ભાજપના રાજ્ય પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.જગદીશ વિશ્વકર્મા અને સી.આર. પાટીલ વચ્ચે મિત્રતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બંને નેતાઓએ સાથે બેસીને હળવો નાસ્તો કર્યો અને સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. આ મુલાકાતને લઈને ભાજપના વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે આગામી સમયગાળામાં પક્ષના વિવિધ કાર્યક્રમો અને સંગઠનાત્મક ફેરફારોને લઈને ચર્ચા થવાની શક્યતા છે.
જગદીશ વિશ્વકર્માની સુરત મુલાકાત દરમિયાન શહેરના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્માની આ મુલાકાતથી સુરત જિલ્લામાં સંગઠનને નવી ઊર્જા અને દિશા મળશે.
