સુરત શહેરમાંથી અંધવિશ્વાસની વધુ એક ચોંકવનારી ઘટના સામે આવી છે. સુરતમાંથી ભુઈમાનો કિસ્સો સમગ્ર સમાજ માટે ખૂબ જ આઘાતજનક અને ચિંતાજનક સામે આવ્યો છે. એક બાળકીને માતા-પિતાએ નાનપણથી જ ધુણવાનો શીખવાડીને ભુઈમાં બનાવી દીધી હતી, જે દીકરીને તંત્રમંત્ર અને અધ્યાત્મના નામે પૈસા કમાવાનું સાધન બનાવી નાખી હતી. માત્ર 3 વર્ષની ઉંમરે જ દિકરીને 'માતાજીનો અવતાર' જાહેર કરીને તેને ધૂણતા શીખવવામાં આવી હતી. છેલ્લા 10-12 વર્ષથી હજારો શ્રદ્ધાળુઓમાં ભ્રમમાં રાખી છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
''...દબાણથી આ બધું કરું છું, મારે ધૂણવું નથી''
આ દિકરી જેને લોકો 'ભુઈ' તરીકે ઓળખતા હતા, તે એક જાથાની ઉપસ્થિતિમાં ત્રણ વાર રડી પડી અને ખુલાસો કર્યો કે – "હું માતા-પિતાની દબાણથી આ બધું કરું છું, મારે ધૂણવું નથી." ત્યારબાદ જ્યારે ભુઈએ ધૂણવાનું બંધ કરવાનું કહ્યું ત્યારે તેના જ માતા-પિતાએ તેના પર ઢોર માર માર્યો અને તેને ઇજા પણ પહોંચાડી હતી.
શ્રદ્ધાના નામે ધતિંગ
ભુઈની માતાએ કુલ સાત સંતાનોને જન્મ આપ્યો હતો, જેમાંથી માત્ર ચાર જીવિત છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, માતા-પિતાએ નિઃસંતાન દંપતીને પોતાના સંતાન માટે મોટી રકમ પડાવી હતી. એટલુ જ નહીં, વર્ષો સુધી આ પરિવાર દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી અને ભક્તિના નામે ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.
છેતરપિંડી અને ધોકાધડીનો પર્દાફાશ
આ આખી છેતરપિંડી અને ધોકાધડીનો પર્દાફાશ વિજ્ઞાન જથાએ કર્યો છે. તેઓએ પોતાના 1278મો સફળ પર્દાફાશ તરીકે આ કિસ્સાને જાહેર કર્યો છે. આ વિજ્ઞાન જથાએ સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો છે તેમજ ઉત્રાણ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં હતી.
ભુઈમાની ધતિંગ લીલા બંધ
આ સમગ્ર ઘટના પર અંતે પ્રિયાબેન અને જયસુખભાઈ બરવાળિયાએ જાહેરમાં આવીને સ્વીકાર્યું કે હવે તેઓ ભુઈમાની ધતિંગ લીલા બંધ કરી છે.