ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જઈ રહ્યાં છે. રાજ્ય સરકાર તરફથી તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમના પ્રવાસને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જોર પકડવા લાગી છે. મુખ્યમંત્રીની આ દિલ્હી મુલાકાત ઘણા મહત્વના રાજકીય સંકેતો આપી રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું!
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતને લઈને મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની અટકળો વધુ તીવ્ર બની છે. ચર્ચાઓ એવી છે કે, ટૂંક સમયમાં રાજ્યમાં મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કે નવી નિમણૂકો થઈ શકે છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના અન્ય મહત્ત્વના પદો પર નવા નેતાઓની નિમણૂક વિશે પણ ગંભીર વિચારણા ચાલી રહી હોવાનું મનાઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ દિલ્હીમાં કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક કરશે
મંત્રીમંડળમાં નવાજૂની સંકેતો
મુખ્યમંત્રીના અચાનક દિલ્હી પ્રવાસે રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. મંત્રીમંડળમાં નવાજૂની અને નવા નિમણૂકોની શક્યતા વચ્ચે, રાજકીય સમીકરણોમાં મહત્ત્વના ફેરફારો થઈ શકે છે. હવે સૌની નજર દિલ્હીમાં થનારી આ મુલાકાત અને તેની પરિણામકારક ચર્ચાઓ પર ટકી છે.
મંત્રીમંડળમાં ફેરફાર થશ?
રાજ્યમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મંત્રીમંડળના વર્તમાન કેટલાક મંત્રીઓના વિભાગો બદલાવાની શક્યત, કાર્યક્ષમતા અને રાજકીય સમીકરણોને ધ્યાને લઈ, ફેરફાર માટે દિલ્હીમાં લિસ્ટ તૈયારી ચાલી રહી હોવાની પણ ચર્ચા છે.
મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચા!
રાજ્ય મંત્રીમંડળમાં કેટલાક પદો ખાલી છે. જો કેન્દ્રીય ભાજપના નેતા તરફથી મંજૂરી મળે તો ટૂંક સમયમાં નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. નવા ઉદયતા નેતાઓને જવાબદારી આપીને સંગઠન અને સરકાર વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયાસ થઈ શકે છે.
મહત્ત્વના પદો પર નવી નિમણૂકો
સરકારના અનેક મહત્ત્વના પદો પર નવી નિમણૂકો અંગે ચર્ચા ચાલી રહી છે. જેમાં સંભવિત રીતે વિભાગીય વડા, બોર્ડ ચેરમેન અને અન્ય પદોના નિમણૂકો થઈ શકે છે.
જગદીશ વિશ્વકર્મા અંગે મહત્વપૂર્ણ ચર્ચા
હાલમાં જ જગદીશ વિશ્વકર્માને ભાજપનો પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જે હાલ રાજ્ય સરકારમાં મંત્રી પણ છે. હવે પાર્ટી પદ અને મંત્રીપદ બંને એક સાથે રાખવું સંભવ ન હોવાના સંકેત છે. પરિણામે તેમને મંત્રીપદેથી રાજીનામું આપવું પડી શકે છે. તેમની જગ્યાએ કોને મંત્રીપદ આપવું તે બાબત પણ આ દિલ્હીના પ્રવાસ દરમિયાન નક્કી થઈ શકે છે.