logo-img
Kuldeep Yadavs Historic Achievement More Than 150 Wickets At Home

India v/s South Africa Test Match : કુલદીપ યાદવનું ઐતિહાસિક પ્રદર્શન, ઘરઆંગણે આ સિદ્ધિ મેળવનાર 9મો ભારતીય બોલર

India v/s South Africa Test Match
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 09:47 AM IST

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે મોટી સિદ્ધિ હાંસલ કરી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાને માત્ર 3 રનમાં બેકવર્ડ શોર્ટ લેગ પર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ કરાવીને કુલદીપે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 કે તેથી વધુ વિકેટ લેનાર 9મો ભારતીય ખેલાડી બનવાનો ગૌરવ મેળવ્યો. આ સાથે જ તે ઘરેલુ મેદાન પર 150+ વિકેટ લેનાર ત્રીજો ડાબોડી બોલર પણ બન્યો. તેની પહેલા આ સિદ્ધિ રવિન્દ્ર જાડેજા (377 વિકેટ) અને ઝહીર ખાન (199 વિકેટ)એ હાંસલ કરી હતી.

3 વિકેટે 105 રન બનાવ્યા હતા

મેચની વાત કરીએ તો, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સત્રના અંત સુધી 3 વિકેટે 105 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે શરૂઆતની બે વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપે ત્રીજી વિકેટ લઈને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ચાર સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં કુલદીપની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી આ શ્રેણી ભારત માટે ક્રુસિયલ છે. બંને મેચ જીતવાથી ટીમ પોઈન્ટ ટેબલમાં સીધા બીજા સ્થાને પહોંચી જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now