Home Sports Ishan Kishan To Lead Sunrisers Hyderabad Team For Ipl 2026 In Pat Cummins Absence

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન! : શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 12:43 PM IST

Sunrisers Hyderabad : IPL 2026 ની શરૂઆત પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટા ફેરફાર થયો છે ટીમના રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે શરૂઆતની મેચો રમી શકશે નહીં જેના કારણે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક સ્ટાર ઓપનર અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેનું સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે.

નવા કેપ્ટનની નિમણૂક

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી સીઝન માટે ઈશાન કિશનને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે, પેટ કમિન્સ હજુ પણ તેની પીઠની ઈન્જરીમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી જેના કારણે ફ્રેન્ચાઈઝીએ આ મોટો નિર્ણય લીધો છે ઈશાન કિશનની સાથે યુવા બેટ્સમેન અભિષેક શર્માને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઈશાન કિશનનો શાનદાર રેકોર્ડ

ઈશાન કિશન હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે અને ભારતને T20 વર્લ્ડ કપ 2026 જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઈશાન કિશનનું નેતૃત્વ ખૂબ જ શાનદાર રહ્યું છે, ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડની ટીમે હરિયાણાને હરાવીને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) જીતી હતી ઈશાન કિશન પાસે આક્રમક બેટિંગની સાથે ટીમને હેન્ડલ કરવાનો પણ એક્સપિરિયન્સ છે

અભિષેક શર્માને મોટી જવાબદારી

સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના અન્ય સ્ટાર અને ટીમ ઈન્ડિયાના આક્રમક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને સનરાઈઝર્સ હૈદરાબાદનો વાઇસ-કેપ્ટન બનાવીને ટીમે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે T20 વર્લ્ડ કપ 2026 માં તેનું પ્રદર્શન તેની ક્ષમતા મુજબનું રહ્યું ન હતું, પરંતુ ફાઇનલ મેચમાં તેને હાફ-સેન્ચુરી ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી હવે તે મેદાન પર ઈશાન કિશનને સાથ આપતો જોવા મળશે.

સીઝનની પ્રથમ મેચ અને વિવાદિત સ્ટેડિયમ

IPL 2026 નો પ્રારંભ 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે કારણ કે, 2025 માં RCB ની જીતના જશ્ન દરમિયાન અહીં 11 ફેન્સનું મૃત્યુ થયું હતું, ત્યારપછી અહીં પ્રથમ વખત કોઈ મોટી મેચ રમાવા જઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now