Home Sports Ishan Kishans Entry As Captain And New History Created In Ipl

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ! : 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 12:52 PM IST

IPL 2026 : IPL 2026 ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તે પહેલા જ ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. તારીખ 18 માર્ચે 2026 ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા ઈશાન કિશનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ IPL ના 19 વર્ષ લાંબા ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે, લીગની તમામ 10 ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ ભારતીય ખેલાડીઓના હાથમાં હશે. આ ઘટના ભારતીય ક્રિકેટના વધતા પ્રભુત્વને દર્શાવે છે.

પેટ કમિન્સ આઉટ અને ઈશાનની એન્ટ્રી

સનરાઇઝર્સ હૈદરાબાદના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાગ્રસ્ત થવાને કારણે ટુર્નામેન્ટની શરૂઆતની કેટલીક મેચો રમી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે વિસ્ફોટક ઓપનર ઈશાન કિશન પર ભરોસો બતાવ્યો છે અને તેને કેપ્ટન બનાવ્યો છે. સાથે જ ભારતીય યુવા સ્ટાર ઓપનર અભિષેક શર્મા વાઇસ-કેપ્ટન તરીકે સાથ આપશે. આ ફેરફારને કારણે હવે ઓફિશિયલ ફોટોશૂટમાં તમામ 10 ભારતીય કેપ્ટનો એકસાથે જોવા મળશે.

વિદેશી કેપ્ટનોના યુગનો અંત?

છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો સમજાય છે કે, IPL માં વિદેશી કેપ્ટનોનું મહત્વ ઘટતું જાય છે. વર્ષ 2024 માં ફાફ ડુ પ્લેસિસ અને પેટ કમિન્સ એમ બે વિદેશી સુકાનીઓ હતા. 2025 માં માત્ર પેટ કમિન્સ જ એકમાત્ર વિદેશી કેપ્ટન હતો. પરંતુ હવે 2026 માં તમામ 10 ટીમોનું સુકાન ભારતીય ખેલાડીઓ પાસે આવી ગયું છે, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં એક મોટું પરિવર્તન છે.

IPL 2026 ના તમામ 10 કેપ્ટનોનું લિસ્ટ

ટીમ

કેપ્ટનનું નામ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

રજત પાટીદાર

મુંબઈ ઇન્ડિયન્સ

હાર્દિક પંડ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સ

રુતુરાજ ગાયકવાડ

પંજાબ કિંગ્સ

શ્રેયસ ઐયર

કોલકાતા નાઈટ રાઇડર્સ

અજિંક્ય રહાણે

લખનૌ સુપર જાયન્ટ્સ

ઋષભ પંત

રાજસ્થાન રોયલ્સ

રિયાન પરાગ

ગુજરાત ટાઇટન્સ

શુભમન ગિલ

દિલ્હી કેપિટલ્સ

અક્ષર પટેલ

સનરાઇઝર્સ હૈદરાબાદ

ઈશાન કિશન

CSK ની અનોખી પરંપરા

રસપ્રદ વાત એ છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL ની એકમાત્ર એવી ટીમ છે, જેને આજ સુધી ક્યારેય કોઈ વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવ્યો નથી. એમ. એસ ધોનીથી લઈને રુતુરાજ ગાયકવાડ સુધી, CSK એ હંમેશા ભારતીય ખેલાડીના નેતૃત્વ પર જ વિશ્વાસ મૂક્યો છે. જ્યારે અન્ય તમામ ટીમોએ ભૂતકાળમાં ક્યારેક ને ક્યારેક વિદેશી ખેલાડીઓને કેપ્ટનસી આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now