Home Sports 7 Players Out Due To Injuries Before Ipl 2026 Starts Know Who Was Out

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર! : જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 01:45 PM IST

IPL 2026 : IPL 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ અને ફ્રેન્ચાઈઝીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. IPL ના કાઉન્ટડાઉન વચ્ચે કુલ 7 ખેલાડીઓ બહાર થઈ ગયા છે. જેમાં સૌથી વધુ નુકસાન ફાસ્ટ બોલિંગ યુનિટને થયું છે, કારણ કે બહાર થયેલા 7 ખેલાડીઓમાંથી 6 તો ફાસ્ટ બોલરો છે. આ લિસ્ટમાં 4 ઓસ્ટ્રેલિયન અને 1 સ્ટાર ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે, જેના કારણે ટીમોનું કોમ્બિનેશન બગડી શકે છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો જમાવડો

આ વખતે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી, પરંતુ કમનસીબે 4 કાંગારૂ ખેલાડીઓ ટુર્નામેન્ટ ગુમાવશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ અને RCB ના સ્ટાર બોલર જોશ હેઝલવુડના નામ મુખ્ય છે. આ સિવાય CSK ના નાથન એલિસ અને SRH ના જેક એડવર્ડ્સ પણ ઈજાના કારણે રમી શકશે નહીં.

શરૂઆતની મેચોમાં નહીં રમે આ દિગ્ગજો

રાહતની વાત એ છે કે, બધા 7 ખેલાડીઓ આખી સીઝન માટે બહાર નથી થયા. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન માત્ર શરૂઆતની કેટલીક મેચો ગુમાવશે. પેટ કમિન્સ હજુ પોતાની જૂની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જ્યારે જોશ હેઝલવુડ પણ શરૂઆતની 2 મેચોમાં માટે ઈજાને કારણે ઉપલબ્ધ નથી. લોકી ફર્ગ્યુસન નેશનલ ડ્યુટીને કારણે અને પિતા બન્યો હોવાથી ફેમિલી સાથે સમય વિતાવવા માંગે છે, તેથી તે થોડો પાછળથી IPL માં જોડાશે.

ભારતીય ખેલાડી હર્ષિત રાણા બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે માઠા સમાચાર એ છે કે, તેમનો ધારદાર બોલર હર્ષિત રાણા આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ પહેલા જ તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના માંથી હર્ષિત હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. KKR ની ટીમ અને તેમના ફેન્સ માટે આ એક મોટો આંચકો છે કારણ કે હર્ષિત રાણા શાનદાર ફોર્મમાં હતો.

ઈજાના કારણે આખી સીઝન ગુમાવનાર ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સ માટે સેમ કરનનું બહાર થવું મોટો ફટકો છે. કમરની ઈજાના કારણે તે આ વર્ષે IPL માં રમતો જોવા મળશે નહીં. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સના નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. જેક એડવર્ડ્સને હૈદરાબાદ ની ટીમે મોટી આશા સાથે ખરીદ્યો હતો પણ ઈજાને કારણે તે IPL માં ડેબ્યૂ કરી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now