Home Sports Icc Ranking Jasprit Bumrah Reached Top 5 Without Playing A Match Know The Latest Ranking

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો! : અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:31 PM IST

ICC Rankings : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા હાલમાં ખેલાડીઓના નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા લિસ્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને અભિષેક શર્માએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. T20 ફોર્મેટમાં ભારતીય બોલરો અને બેટર્સ બંનેમાં મોટો સુધારો જોવા મળ્યો છે.

બુમરાહની ટોપ-5 માં એન્ટ્રી

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે T20 બોલર્સની રેન્કિંગમાં ફરી એકવાર ટોપ-5 માં સ્થાન મેળવી લીધું છે. રસપ્રદ વાત એ છે કે, બુમરાહ કોઈ પણ મેચ રમ્યા વગર પાંચમા સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકન બોલર કોર્બિન બોશને મેચમાં તક ન મળતા તેના પોઇન્ટ્સ ઘટ્યા અને તેનો સીધો ફાયદો બુમરાહને થયો છે. હાલમાં બુમરાહ 702 રેટિંગ પોઇન્ટ્સ સાથે પાંચમા ક્રમે છે.

અભિષેક શર્મા નંબર-1 પર યથાવત

બેટર્સની રેન્કિંગમાં ભારતીય યુવા વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા સતત આઠ મહિનાથી પ્રથમ સ્થાને રહ્યો છે. 875 રેટિંગ પોઇન્ટ્સ સાથે તે વિશ્વનો નંબર-1 T20 બેટર છે. તેના ફોર્મ અને પ્રદર્શનને કારણે ICC બેટિંગ રેન્કિંગમાં તેનું ટોપનું સ્થાન યથાવત રહ્યું છે, જ્યારે અન્ય બેટર્સમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

મિચેલ સેન્ટનરની લાંબી છલાંગ

ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરને આ નવી રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં સેન્ટનર બોલરોની લિસ્ટમાં 11 સ્થાન આગળ વધીને 13મા ક્રમે પહોંચી ગયો છે. આ ઉપરાંત, ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં પણ તે સાતમા સ્થાને પહોંચ્યો છે, જે તેના કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

ODI રેન્કિંગમાં પાકિસ્તાન-બાંગ્લાદેશના ખેલાડીઓને ફાયદો

માત્ર T20 જ નહીં, પણ ODI રેન્કિંગમાં પણ મોટા ફેરફારો થયા છે. પાકિસ્તાનના સલમાન અલી આગાએ બાંગ્લાદેશ સામે સેન્ચુરી ફટકારી 9 સ્થાનનો જંપ લગાવ્યો છે અને તે હવે 9 મા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ બાંગ્લાદેશના મેહદી હસન મિરાજે પણ બોલિંગ અને ઓલરાઉન્ડર બંને કેટેગરીમાં પોતાનું સ્થાનમાં સુધારો કર્યો છે. મિરાજ હવે ODI બોલરોમાં 7મા અને ઓલરાઉન્ડરોમાં બીજા સ્થાને છે.

અન્ય ખેલાડીઓનું પ્રદર્શન

રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે ચાર સ્થાન આગળ વધીને 70મા નંબરે પહોંચ્યો છે. બાંગ્લાદેશના તસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને પણ બોલિંગ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તસ્કીન 28મા અને મુસ્તફિઝુર 47મા સ્થાને પહોંચી ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now