Home Sports Even Cricket Fans Legs Start Shaking While Playing In These 3 Stadiums Know About Such Stadiums

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે! : 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 01:16 PM IST

Stadium : જ્યારે ક્રિકેટની પિચ અને આકાશનો મિજાજ બગડે છે, ત્યારે દુનિયાના મોટામાં મોટા બેટ્સમેનોના પણ હોશ ઉડી જાય છે. ક્રિકેટના ઈતિહાસમાં કેટલાક એવા મેદાન છે, જેને બેટ્સમેનો માટે ‘સ્મશાન’ માનવામાં આવે છે. અહીંની હવામાં બોલ એવો સ્વિંગ અને માટી માંથી એવો બાઉન્સ છે કે, વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજો માટે પણ અહીં રમવું એક મોટો પડકાર બની જાય છે. મેલબોર્નની વિશાળતા, સિડનીની સ્પિન અને લોર્ડ્સનો ઢાળ એવા ત્રણ કિલ્લા છે, જ્યાં રન બનાવવા તો દૂર, ખાતું ખોલવું પણ બેટ્સમેનો માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. જાણો આ સૌથી ખતરનાક ત્રણ સ્ટેડિયમની કહાની, જ્યાં આંકડા સાબિતી આપે છે કે, અહીં સન્નાટો માત્ર સ્ટેડિયમમાં જ નહીં પણ ટીમના સ્કોરબોર્ડ પર પણ જોવા મળે છે.

સિડની : સ્પિન અને પિચનું બેવડું વર્તન

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ને સામાન્ય રીતે સ્પિનરો માટે સ્વર્ગ માનવામાં આવે છે, પરંતુ બેટ્સમેનો માટે તે કાળ સાબિત થાય છે. અહીં અત્યાર સુધી 295 મેચોમાં 725 બેટ્સમેનો શૂન્ય (0) પર આઉટ થયા છે. આ મેદાનની પિચ પર પડતી તિરાડો અને સમય સાથે બદલાતી પરિસ્થિતિઓ બેટ્સમેનોને ભારે મુંઝવણમાં મૂકે છે. બોલ ક્યારેક અટકીને આવે છે તો ક્યારેક અચાનક ટર્ન લે છે, જેના કારણે સેટ થતા પહેલા જ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ જાય છે.

મેલબોર્ન : વિશાળ બાઉન્ડ્રી અને ભેજનો પડકાર

ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) તેની વિશાળતા માટે જાણીતું છે. અહીં 290 ઇન્ટરનેશનલ મેચોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 745 બેટ્સમેનો ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા છે. સવારનો ભેજ અને પિચ પર મળતો એક્સ્ટ્રા બાઉન્સ બેટ્સમેનોને ભૂલ કરવા મજબૂર કરે છે. જ્યારે 90 હજાર દર્શકોના અવાજ વચ્ચે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ જોશ હેઝલવૂડ જેવા ઘાતક ફાસ્ટ બોલર્સ બોલિંગ કરે છે, ત્યારે શૂન્ય પર આઉટ થવાનું જોખમ વધી જાય છે.

લોર્ડ્સ : ઐતિહાસિક ઢાળ અને સ્વિંગનો જાદુ

ક્રિકેટનું મક્કા ગણાતું લંડનનું લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે, પણ અહીંનો 'સ્લોપ' (ઢાળ) બેટ્સમેનો માટે ખૂબ પડકારજનક માનવામાં આવે છે. 230 મેચોમાં 667 બેટ્સમેનો અહીં 'ડક' પર આઉટ થયા છે. લોર્ડ્સની આઉટફિલ્ડમાં એક કુદરતી ઢાળ છે, જે બોલને હવામાં વિચિત્ર રીતે સ્વિંગ કરવામાં મદદ કરે છે. જેમ્સ એન્ડરસન જેવા સ્વિંગના સુલતાનો જ્યારે અહીં બોલિંગ કરે છે ત્યારે બેટ્સમેનો માટે ખાતું ખોલવું પણ મુશ્કેલ બની જાય છે.

રેકોર્ડ્સ અને પડકાર

આ ત્રણેય મેદાનો ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટમાં બેટ્સમેનોની આકરી કસોટી કરે છે. મેલબોર્નની ઉછાળવાળી પિચ, સિડનીનો વળાંક અને લોર્ડ્સની સ્વિંગ મળીને ક્રિકેટને રોમાંચક પણ એટલી જ ખતરનાક બનાવે છે. આ મેદાનો પર સેન્ચુરી ફટકારવી એ તો ગર્વની વાત છે જ, પણ શૂન્ય રને આઉટ થયા વગર ટકી રહેવું એ અહીંની સૌથી પહેલી જીત માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now