Home Sports Bccis Mega Plan Ready For Odi World Cup 2027 Selectors Ipl Holidays Cancelled

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક! : મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 12:31 PM IST

BCCI's Mega Plan : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2027 માં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભલે વર્લ્ડ કપને હજુ સમય હોય, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ કચાસ રાખવા માંગતું નથી. આ માટે BCCI એ એક 'મેગા પ્લાન' તૈયાર કર્યો છે, જે હેઠળ IPL 2026 દરમિયાન જ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની સ્કવોડમાં સામેલ સંભવિત ખેલાડીઓના પરફોર્મન્સ અને તેમની ફિટનેસ પર કડક દેખરેખ રાખવામાં આવશે.

સિલેક્ટર્સની વહેંચણી અને ડ્યુટી

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીના પાંચ સભ્યોને આ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે સિલેક્ટર્સની રજાઓ રદ કરવામાં આવી છે. અજિત અગરકર મુંબઈમાં, એસ.એસ. દાસ કોલકાતામાં, જ્યારે આર.પી. સિંહ અને અજય રાત્રા દિલ્હી-NCR માં મેચો નિહાળશે. પ્રજ્ઞાન ઓઝા હૈદરાબાદ અને બેંગલુરુના મેદાન પર હાજર રહીને ખેલાડીઓના પરફોર્મન્સનું પરીક્ષણ કરશે.

20 ખાસ ખેલાડીઓ પર ફોકસ

BCCI ના સૂત્રો મુજબ, આગામી વર્લ્ડ કપ માટે અંદાજે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સિલેક્ટર્સે આ IPL દરમિયાન કોઈ નવા 'ફ્યુચર સ્ટાર' ની શોધમાં નથી, જે આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હોય. પરંતુ આ વખતે સિલેક્ટર્સે જે અગાઉથી નક્કી કરેલા ખેલાડીઓ છે, તેમની ફિટનેસ અને બદલાતા ફોર્મ પર ધ્યાન આપશે. ખાસ કરીને ODI ફોર્મેટના સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની પ્રગતિ પર સિલેક્ટર્સે નજર રખાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ફાસ્ટ બોલિંગ યુનિટ

બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ ટીમની પહેલી પસંદગી છે. આ ઉપરાંત, ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણવામાં આવી છે. હર્ષિત રાણાને ઈજામાંથી રિકવર થવામાં થોડો સમય લાગે તેવી શક્યતા છે અને તે પણ આ પ્લાનનો મુખ્ય ભાગ છે.

અફઘાનિસ્તાન ટેસ્ટ માટે મજબૂત ટીમ

જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમના કોમ્બિનેશન સાથે કોઈ છેડછાડ કરવા ઇચ્છતા નથી. ભલે આ મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ન મળે. ઓગસ્ટ 2026 થી માર્ચ 2027 ની વચ્ચે ટીમ ઈન્ડિયા કુલ 9 ટેસ્ટ મેચો રમશે, જેમાં તમામ રેડ-બોલ ક્રિકેટના એક્સપર્ટસ ખેલાડીઓ આ મેચો માટે ઉપલબ્ધ રહેશે. જો IPL દરમિયાન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને કોઈ ઈજા ન થાય તો, આ બંને ખેલાડીઓ પણ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ ટીમનો ભાગ બનશે. ઈન્ડિયન ટેસ્ટ કેપ કોઈ એક્સપેરિમેન્ટ નથી, આ ઈન્ડિયા-A ટીમનો શેડો છે. ટેસ્ટ મેચો માટે હાલ ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સિલેક્ટર્સની નજરમાં ટોપ-3 બોલરો છે.

સિલેક્શન કમિટીનું ભવિષ્ય

સિલેક્શન પેનલ BCCI ની સબ-કમિટી છે અને સિલેક્ટર્સનો કોન્ટ્રાક્ટ આ વર્ષે સપ્ટેમ્બર સુધી છે. અજિત અગરકરનો કોન્ટ્રાક્ટ સપ્ટેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે અને ત્યારબાદ BCCI સચિવ સાથેની ચર્ચામાં નક્કી કરવું પડશે જે, સિલેક્ટર્સ આગામી ODI વર્લ્ડ કપ 2027 સુધી સિલેક્શન પેનલનો ભાગ રહેશે કે નહીં. ઈન્ડિયન ક્રિકેટ ટીમના નિયમ મુજબ સીનિયર સિલેક્ટર્સ 4 વર્ષ સુધી રહી શકે છે અને તેને એક્સટેન્શન માંગવાની જરૂર નથી. અજિત અગરકર જુલાઈ 2023 માં સિલેક્શન કમિટીના ચેરમેન બન્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પછી ટેસ્ટ અને T20 ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now