Home Sports Virat Kohlis Grand Entry Into The Camp Of Defending Champions Rcb

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી! : IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 10:28 AM IST

Virat Kohli : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ક્રિકેટ ફેન્સમાં અત્યારથી જ IPL ની મેચોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષની સીઝનની શરૂઆત 28 માર્ચથી થવાની છે અને બધી ટીમોએ પોતાની પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે મોટા સમાચાર એ છે કે, ક્રિકેટના 'કિંગ' અને RCB ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી, ટીમ ઈન્ડિયાના 'સ્વિંગ કિંગ' અને ઈન્ડિયન એક્સપિરિયન્સ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલ ટીમ સાથે જોડાઈ ગયા છે.

સીઝન કેમ્પની શરૂઆત

બેંગલુરુમાં આયોજિત પ્રી-સીઝન કેમ્પમાં આ સ્ટાર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. વિરાટ કોહલીએ એક અઠવાડિયા અગાઉથી જ આ સીઝન માટે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. તે વીડિયોમાં વિરાટ કોહલી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ ફેસિલિટીમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, જ્યાં તેને શાનદાર શોટ્સ રમીને પોતાની ફિટનેસ અને ફોર્મનો પરિચય આપ્યો હતો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વર્ષે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. છેલ્લી સીઝન એટલે કે IPL 2025 માં RCB એ પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પ્રથમ IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ફાઇનલ મેચમાં RCB એ 191 રનના સ્કોરને ડિફેન્ડ કરતાં RCB 6 રનથી જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીએ 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીનો ઐતિહાસિક ટાર્ગેટ

IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી આ વખતે એક મોટો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં વિરાટ કોહલીએ 267 મેચોમાં 8661 રન બનાવ્યા છે. જો આ સીઝનમાં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરે છે, તો તે IPLમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બનશે. છેલ્લી સીઝનમાં પણ વિરાટ કોહલીએ 15 ઇનિંગ્સમાં 144.71 ના સ્ટ્રાઇક રેટથી 657 રન ફટકાર્યા હતા.

બોલિંગ અને બેટિંગમાં નવા સમીકરણો

ટીમમાં 'સ્વિંગ કિંગ' ભુવનેશ્વર કુમારના જોડાવાથી બોલિંગ લાઇનઅપ મજબૂત બની છે. ભુવનેશ્વર કુમારે IPL માં 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બનવાથી માત્ર 2 વિકેટ દૂર છે. બીજી તરફ, દેવદત્ત પડિકલ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં હોવાથી RCB ની બેટિંગમાં ડેપ્થ જોવા મળશે. આ બંને ખેલાડીઓ IPL 2025 માં RCB માં જોડાયા પછી ટીમના કોમ્બિનેશનમાં ઘણો સુધારો થયો છે.

પ્રથમ મેચનો જંગ

RCB આ સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે કરશે. આ રોમાંચક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ઘર આંગણે રમાનારી આ મેચમાં રજત પાટીદાર અને તેની ટીમ વિજયી શરૂઆત કરવા માટે પૂરેપૂરી તૈયાર દેખાઈ રહી છે.

ટીમમાં યુવા અને એક્સપિરિયન્સ ખેલાડીઓનું કોમ્બિનેશન

RCB ના આ વખતના કેમ્પમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ છે. ટીમમાં ઈન્ડિયાના U19 વર્લ્ડ કપ વિનર વિહાન મલ્હોત્રા અને કનિષ્ક ચૌહાણ જેવા યુવા સ્ટાર્સ જોડાયા છે, જે ટીમમાં નવી ઉર્જા લાવશે. આ સાથે જ ઈન્ડિયન એક્સપિરિયન્સ પ્લેયર વેંકટેશ ઐયર, જીતેશ શર્મા અને ભારતીય એક્સપિરિયન્સ સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પણ ટીમમાં સામેલ થયા છે. ઉપરાંત, રસિક સલામ, મંગેશ યાદવ, સાત્વિક દેસવાલ અભિનન્દન સિંઘ અને સ્વપ્નિલ સિંહના જોડાવાથી બેંગ્લોરની ટીમ વધુ બેલેન્સ્ડ અને મજબૂત બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now