Home Sports This Batsmans Magic In Kkrs Practice Match Before Ipl 103 Runs In Just 55 Balls

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ! : ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 06:52 AM IST

KKR : IPL 2026 ની સિઝન શરૂ થાય તે પહેલા તમામ ટીમો જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પણ IPL ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં રમાયેલી એક પ્રેક્ટિસ મેચમાં KKR ના યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ પોતાની બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. 'પર્પલ નાઈટ્સ' અને 'ગોલ્ડન નાઈટ્સ' વચ્ચે રમાયેલી આ મેચમાં અંગક્રિશ રઘુવંશીએ વિસ્ફોટક બેટિંગ કરતાં શાનદાર સેન્ચુરી ફટકારીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી.

ગોલ્ડન નાઈટ્સની બેટિંગ

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગોલ્ડન નાઈટ્સની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ટિમ સીફર્ટે માત્ર 13 બોલમાં 30 રન અને સાર્થક રંજને 16 બોલમાં 37 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. જોકે, મિડલ ઓવર્સમાં વિકેટો પડવાને કારણે ટીમનો રન રેટ થોડો ધીમો પડ્યો હતો. અને ફિનિશિંગ ટચ આપવા આવેલા રિંકુ સિંહે 40 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેના કારણે ગોલ્ડન નાઈટ્સે 20 ઓવરમાં 199/8 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

પર્પલ ટીમનો ટાર્ગેટ ચેઝ

200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પર્પલ નાઈટ્સની શરૂઆત સારી રહી ન હતી. એક્સપિરિયન્સ બેટ્સમેન અજિંક્ય રહાણે બીજી જ ઓવરમાં આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. ત્યારે અંગક્રિશ રઘુવંશીએ ટીમની ઇનિંગ હૅન્ડલ કરીને એક સાઇડ ઊભો રહ્યો હતી. તેને મેદાનની ચારેબાજુ શોટ્સ ફટકારીને સ્કોરબોર્ડને ઝડપથી આગળ વધાર્યું અને ગોલ્ડન નાઈટ્સના બોલરોને પ્રેશરમાં લાવી દીધા હતા.

રઘુવંશીની શાનદાર સદી

અંગક્રિશ રઘુવંશીએ આ મેચમાં માત્ર 55 બોલનો સામનો કર્યો અને નોટઆઉટ 103 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. અંગક્રિશ રઘુવંશીને બીજી સાઇડથી ફિન એલન (23 રન) અને અનુકુલ રોય (નોટઆઉટ 28 રન) નો સારો સાથ મળ્યો હતો. અંગક્રિશ રઘુવંશીની આ સેન્ચુરીની મદદથી પર્પલ નાઈટ્સે 19.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now