logo-img
Indian Women Cricketer Radha Yadav Congratulates Cm

ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવે CM સાથે શુભેચ્છા કરી : ઓલ રાઉન્ડર ખેલાડીનું સાલ ઓઢાડીને બહુમાન કર્યું

ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવે CM સાથે શુભેચ્છા કરી
Published by: Offbeat Team
| Last Updated: Nov 11, 2025, 02:48 PM IST

મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાધા યાદવ ઓલ રાઉન્ડર ખેલાડી

રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો. તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

મુખ્યમંત્રીએ સાલ ઓઢાડીને બહુમાન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now