મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1,500થી વધુ એડવોકેટ બંધુઓને બુધવાર તા.12 નવેમ્બરે ગાંધીનગરમાં પ્રમાણપત્રો એનાયત કરશે.
નોટરી પોર્ટલ પણ લોન્ચ...
મુખ્યમંત્રી આ અવસરે નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને રાજ્યના એડવોકેટ જનરલ તેમજ આમંત્રિતો અને વકીલો નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં બુધવારે સવારે 11 કલાકે યોજાનારા આ પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં સહભાગી થવાના છે.




















