અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસે અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી ઓફિસમાં તોડફોડ અને હપ્તા ઉઘરાવવાની ધમકી આપવાના બનાવો છાશવારે બનવા લાગ્યા છે. ત્યારે દીવાન બલ્લુભાઈ સ્કુલ પાસે આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા કર્મીઓ ટ્રકમાં સામાન ભરવાતા હતા તે સમયે એક રીક્ષામાં ત્રણ શખ્સો આવ્યા અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા કરતા કર્મીઓ સાથે તકરાર કરી હપ્તો આપવાની ધમકી આપી હતી
ટપોરીઓનો ત્રાસ! વેપારીઓમાં આક્રોશ
ટ્રાન્સપોર્ટના કર્મીઓ થોડા સમય સુધી અસમાજિક તત્વોનો પ્રતિકાર કર્યો પરંતુ બાદમાં આ ટપોરીઓએ ટ્રાન્સપોર્ટ ઓફીસના કાચ તોડવા લાગ્યા ઉપરાંત બહાર ઉભેલી ટ્રકના કાચ ફોડીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. ગભરાયેલા ટ્રાન્સપોર્ટ કર્મીઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરતા ટપોરીઓમાંથી એકે છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી છુટ્યા હતા. આ અંગે વેપારીએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હપ્તા'રાજ મામલો!
રામ આદિત્ય ત્રિવેદી ટ્રાન્સપોર્ટની કંપનીમાં છેલ્લા 15 વર્ષથી રાતની શિફ્ટમા નોકરી કરે છે. ગત રવિવારની રાતે યુવક રાબેતા મુજબ તેની કાર્ગોની ઓફિસે હાજર હતો અને ઓફિસે આવેલી બે ગાડીઓમાં માલ સામાન ભરવવાનું કામકાજ કરી રહ્યો હતો. આ દરમિયાન મોડી રાતે એક રીક્ષામાં ધર્મેશ ગોહિલ અને તેના બે મિત્રો નશાની હાલતમાં આવ્યા અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘસી આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા. ત્રણેય ટપોરીઓને જોતા યુવક દોડી આવ્યો અને શું તકલીફ છે પૂછતા ધર્મેશ ગોહિલ નામના શખ્સે દાદાગીરી કરીને કહ્યું કે અહિયાં ધંધો કરવો હોય તો અમને હપ્તો આપવો પડશે કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો.
પોલીસે આરોપીને દબોચ્યા
આ મામલે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગીતામંદિર પઠાણની ચાલી પાસે રહેતા ધર્મેશ દિનેશ ગોહિલની ધરપકડ કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સામે પણ કાયદેસરની પગલા ભર્યા છે.




















