લોકો હાલ શેર બજારના રોકણ પાછળ આધળી ડોટ મુકી હોય તેમ લાગે છે. લારી વાળો હોય કે કરીયાણાની દુકાન ધારક કે પછી નિવૃત કર્મચારી, બધા જ હાલ તમને શેર બજારની વાતો કરતા નજરે પડશે. હાલ કયો IPO આવ્યો કોણે ભર્યો તેમા કેટલુ પ્રોફિટ છે તેવી વાતો ચોરેને ચોટે જોવા મળી રહી છે. ત્યારે લોકો શેર બજારની પાછળ આધળી ડોટ મુકી રહ્યા હોઇ તેવી પરિસ્થિતિ છે.
લોકો શેર બજારમાં રોકણ કરી જલ્દી રળી લેવાની લાલચમાં રોકાણો કરતા હોય છે. ત્યારે આના કારણે ઘણા લોકો સાથે ફ્રોડ પણ થતાં હોય છે. એવામાં ધ્રાગધ્રા શહેરમાં પણ લોકો શેર બજારના રોકાણના નામે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ધ્રાગધ્રા શહેર અને આજુબાજુના ગામોના લોકોને એક ભેજાબાજ આરોપીએ શેર બજારમાં રોકાણ કરી વધુ નફો અને વ્યાજ આપવાની લાલચ આપી હતી. 30 થી 40 લોકોને રૂપીયા 1.35 કરોડનો ચુનો લગાવી ફરાર થઈ ગયો.
ધીરજભાઇ કિશોરભાઇ પરમાર... ભોગ બનનાર ધ્રાગધ્રા શહેરનો એક ભેજાબાજ આરોપી પ્રશાંત ભરતભાઇ વાઘેલા નામના વ્યક્તિએ શહેરમાં લોકોને લાલચ આપી હતી. શેર બજારમાં રોકણ કરવા પ્રેરીત કર્યા હતા. તેને લોકોને વિશ્ર્વાસમાં લઇ શેર બજારમાં રોકણ કરવાના બહાને લોકો પાસેથી અલગ અલગ રકમ લઇ અને તમારા રૂપિયાનું શેર બજારમાં રોકાણ કરેલ છે. તમને તમારા રૂપીયા સામે 15% વ્યાજ મળશે તેવો ઝાસો આપ્યો હતો. જેથી ધ્રાગધ્રા અને આજુબાજુના ગામના અંદાજે 40 લોકોએ આ ભેજાબાજ પ્રશાંત વાઘેલા પાસે ઉચા વ્યાજની લાલચમાં રૂપીયા 1.35 કરોડનું રોકાણ કરી નાખ્યુ. જેથી આરોપીની પણ ડાઢ ડળકી અને લોકોના રૂપીયા લઇ ધ્રાંગધ્રામાંથી ઉચાળા ભરી પોબારો ભણી ગયો.
લોકો પ્રશાંતને શોધી રહ્યા હતા લોકોના રૂપિયા 1.35 કરોડ લઇ નાશી છુટયો હતો, જેથી લોકોએ આરોપી વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ તાત્કાલિક એકશનમાં આવી બાતમીદારોને કામે લગાડી અલગ અલગ ટીમો બનાવી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે પુછપરછ હાથ ધરી અને લોકોના રૂપિયાનું કયા રોકાણ કરેલ છે? કયા મુકેલ છે? તેની તપાસ માટે કોર્ટમાં અરજી રજુ કરી હતી. જેમાં પાંચ દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીની પુછપરછ હાથ ધરી છે.