ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણીને લઈ આજે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જગદીશ વિશ્વકર્મા લગભગ નક્કી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ જગદીશ વિશ્વકર્માની શૈક્ષણિક લાયકાત મુદ્દે સ્પષ્ટતા માંગી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જગદીશ વિશ્વકર્માને ડિગ્રી મુદ્દે સવાલ કર્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જગદીશ વિશ્વકર્મા પર કર્યા આક્ષેપ
કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કહ્યું કે, ''જગદીશ વિશ્વકર્માના અભ્યાસ કે ડિગ્રીમાં SY BA.(એસ.વાય.બી.એ.) & MBA in Marketing,(એમ.બી.એ. ઇન માર્કેટીંગ)નો અભ્યાસ જાહેર કરેલો છે
હવે પ્રશ્ન એ છે કે, MBAમાં પ્રવેશ કોઇપણ વ્યક્તિ ગ્રેજ્યુએટ હોય તો જ મળી શકે, તો જગદીશ વિશ્વકર્મા S.Y. B.A સુધી ભણ્યા હોય તો MBAમાં પ્રવેશ કેવી રીતે લીધો અને જો MBA ની ડિગ્રી લીધી હોય તો ચોકસથી બોગસ ડિગ્રી ગણાય''.
'જગદીશ વિશ્વકર્મા ખુલાસો કરે એવી મારી માંગણી'
વધુમાં તેમણે કહ્યું કે, ''આ બાબતે પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખુલાસો કરે એવી મારી માંગણી છે, એમના વિધાનસભા 2017 અને 2022માં ચુંટણી ન એફિડેવિટમાં પણ એક સોગંદનામામાં એફ વાય બીએ અને બીજી વખત એસવાય બીએ લખેલું છે. તો સાચું શું?