logo-img
Election Of New Bjp State President

કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? : આજે ફોર્મ ભરાશે, કમલમમાં ભાજપ નેતાઓની ભીડ જામી, આ નામ લગભગ નક્કી!

કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ?
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Oct 03, 2025, 07:09 AM IST

આજે અથવા આવતીકાલ સુધીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે જાહેર થઈ જશે. ત્યારે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરાઈ છે. જે ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરાયો છે. આજે ફોર્મ ભરાશે તેમજ મતદાન પણ થશે ત્યારે એવી અટકળો પણ સામે આવી છે કે, લગભગ જગદીશ વિશ્વકર્માનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ફાઈનલ છે.

કોણ છે જગદિશ વિશ્વકર્મા

જગદિશ વિશ્વકર્મા આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઓબીસી ખાસ કરીને બક્ષીપંચનું ફેકટર સૌથી વધારે મહત્ત્વના રોલમાં રહેશે તેવું રાજકીય પંડિતો માને છે. ત્યારે જગદિશ પંચાલ મૂળ ઓબીસીમાંથી આવે છે. સ્ટેપ બાય સ્ટેપ સીડીઓ ચઢીને હાલ સરકારના મંત્રી મંડળમા સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. હાઈકમાન્ડ઼ સાથે તેમણે પોતાની સારી છબિ અને કામગીરીથી સારી શાખ ઉભી કરી છે. ત્યારે ભાજપે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી શકે છે.


નિકોલ વિધાનસભા ધારાસભ્ય

જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમની રાજકીય કુનેહ અને અનુભવ દર્શાવે છ. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધારસ્તંભ બનાવે છે.

પરિચય

  • નામ: જગદીશ વિશ્વકર્મા

  • વર્તમાનમાં સરકારમાં જવાબદરી: ગુજરાત સરકારમાં રાજ્યકક્ષા મંત્રી, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા) કાર્યભાર સંભાળેલો છે

  • પિતાનું નામ: ઈશ્વરભાઈ

  • ઉંમર: 52

  • જન્મ તારીખ: 12 ઓગસ્ટ, 1973

  • જન્મ સ્થળ: અમદાવાદ

  • વૈવાહીક સ્થિતિ: પરિણીત

  • જીવનસાથીનું નામ: અલ્કાબહેન

  • સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ

  • અન્ય લાયકાત: એસ. વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ)

  • મત વિસ્તારનું નામ: નિકોલ

  • અન્ય લાયકાતઃ મેન્યુફેક્ચરિંગ ઓફ ટેક્સટાઈલ મશિનરી

  • સંસદીય કારકિર્દીઃ સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17

  • પ્રવૃત્તિઓઃ સભ્ય, કારોબારી સમિતિ, શ્રી ધાંધર પંચાલ સેવા સમાજ, અમદાવાદ, જનરલ સેક્રેટરી, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ, ગુજરાત રાજ્ય

  • શોખ: વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન, સમાજસેવા

  • પ્રવાસ: જાપાન, જર્મની, લાટવિયા, દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now