ગુજરાત ભાજપ માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે પ્રદેશ પ્રમુખની નવી પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ પ્રક્રિયા અનુસાર સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. તે બાદ બપોરે 3 થી 4 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા ઈચ્છે, તો તેમને સાંજે 5 થી 5.30 વાગ્યા વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
જગદીશ વિશ્વકર્મા 12.39 વાગ્યે માટે ફોર્મ ભરશે!
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, હાલના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે 12.39 વાગ્યે પ્રદેશ પ્રમુખપદ માટે પોતાનું નામનું ઉમેદવારી પત્ર ભરશે. મહત્વની વાત એ છે કે તેમનો સામે લગભગ કોઈ જ ફોર્મ ભરશે નહી, એટલે શક્યતા છે કે તેઓ બિનહરીફ તરીકે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે.
લગભગ બીન હરીફ!
ચૂંટણીની આખરી તબક્કાની પ્રક્રિયા આવતીકાલે, એટલે કે 4મી ઓક્ટોબર ના રોજ સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યાર બાદ તરત જ સવારે 11 વાગે મતગણતરી કરવામાં આવી નવા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવશે. જગદીશ વિશ્વકર્મા અગાઉ પણ વિવિધ જવાબદારીઓ ભોગવી ચૂક્યા છે અને હાલ રાજ્ય મંત્રી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. હવે તેઓ પાર્ટીના મુખ્ય પદ પર બેસી શકે તેવી શકયતાઓ રાજકીય અને સૂત્રો દ્વારા જાહેર થઈ રહી છે.