આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામએ પોતાના પર થયેલી ફરિયાદ મામલે વિરોધ નોંધાવ્યો છે. ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન પહોંચી ‘ફરિયાદ દિવસ’ ઉજવ્યોનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા અને ખોટી ફરિયાદ થતી હોવાના આક્ષેપો કર્યા. પ્રવીણ રામે જણાવ્યું કે, “જો અમે ખરેખર ગુનેગાર હોઈએ તો પોલીસે તાત્કાલિક અમને ધરપકડ કરવી જોઈએ.”
'અમે જનતા માટે લડતા રહીશું'
પોલીસ સ્ટેશનમાં AAP નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસે ધરપકડ કરવાની ના પાડી. પ્રવીણ રામ સાથે પિયુષભાઈ પરમાર, બાલુભાઈ પરમાર, પ્રવીણ પટેલ, રાકેશ વણપરિયા, કિશોરભાઈ કોટેચા, બાલાભાઈ કાનગઢ, દિલીપ જાસોલિયા અને ફળદુભાઈ પણ હાજર રહ્યા. તેઓએ જણાવ્યું કે, “અમે ખોટી ફરિયાદોથી ડરતા નથી, એટલે તો ખુદ ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમારી વિરુદ્ધ જેટલી ફરિયાદો કરવી હોય કરો, અમે જનતા માટે લડતા રહીશું”
'આ ખોટી ફરિયાદ કરવાનો હેતું રાજકીય છે'
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે, ''આ ખોટી ફરિયાદ કરવાનો હેતું રાજકીય છે, અને આવતીકાલે તેઓ આ મુદ્દે એક નવો પ્રોગ્રામ જાહેર કરશે, જેથી ષડયંત્રો સામે અવાજ ઉઠાવી શકાય''.