દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે વિધવા સહાય/ ગંગા સ્વરૂપ પેન્શન યોજના.
વિધવા સહાય પેન્શન યોજનામાં વિધવાઓને સરકાર તરફથી આર્થિક સહાય માટે દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની હોય છે. તો ચાલો જાણીએ કે કયા અરજી કરવી અને તેની માટે કયા દસ્તાવેજની જરૂર પડશે.
વિધવા સહાય માટે જરૂરી પુરાવા
અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતું આવક નો દાખલો/પ્રમાણપત્ર (1,50,000 થી ઓછી આવક)
અરજદારનું રેશન કાર્ડે
અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
અરજદારના પતિના મરણનો દાખલો
અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ
અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર
અરજદારની ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જનનું પ્રમાણપત્ર)
અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા
અરજદારનું રેશનકાર્ડ
પેઢીનામાં અંગેની અરજી 3.3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજદારના પતિનું મરણનો દાખલો.
અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
અરજદારનું લાઇટબીલ/વેરાબીલની નકલ.
અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
3 પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડની નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા.
વિધવા સહાય માટે જરૂરી તલાટી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી, તેના પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા(જે દરવર્ષે જુલાઇ મહિનામાં રજુ કરવાનું રહેશે.)
અરજદાર અને તેના પિતાનું શાળા છોડયાનુ પ્રમાણપત્ર
પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી 3.3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.
અરજદારના પતિનો મરણનો દાખલો
અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ
અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
વિસ્તારને લગતી મામલતદારની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.





















