અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર, રામગંજ વિસ્તારમાં થયેલા બેવડા હત્યા કેસમાં વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે. અત્રે જણાવીએ કે, કુરેશી જમાતના વોટ્સએપ ગ્રુપમાં ચિકનનો ભાવ ઓછો રાખવા બાબતે બંને પક્ષો વચ્ચે 15 જુલાઈ 2025ના રોજ ઝઘડો થયો હતો, જેમાં બે વ્યક્તિઓની હત્યા થઈ હતી.
માહિતીના આધારે પોલીસે ત્રણને દબોચી લીધા
હત્યાના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પોતાની ધરપકડથી બચવા માટે અમદાવાદ આવ્યા હોવાની ચોક્કસ માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પકડીને રાજસ્થાનના અજમેર, રામગંજ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનમાં ગુનો નોંધાયેલો
રાજસ્થાનના અજમેર, રામગંજ પોલીસ સ્ટેશનનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(2), 109(1), 109(2), 109(3), 190, 115(2), 126(2), 333, અને 189(4) હેઠળના ગુનાઓ નોંધાયેલા છે.
ઝડપાયેલ આરોપીઓ નામ
(1) સલમાન સ/ઓ અબ્દુલઅલી કુરેશી
(2) અલ્લારખા સ/ઓ અબ્દુલઅલી કુરેશી
(3) ઓવેસ ઉર્ફે અવેશ સ/ઓ અબ્દુલઅલી કુરેશી