Ahmedabad Crime News: અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગંગારામ ચાની કીટલી પાસે થયેલી હત્યા હત્યા મામલે પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રૂર પાલડી મર્ડર કેસના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બે આરોપીઓની ધરપકડ
1 આરોપી જયેશ ઉર્ફે ચંદુ રાજુભાઈ ઠાકોર, ઉમર 24, ઠાકોરવાસ, શાહવાડી
2 આરોપી ભાવિક ઉર્ફે ભોલુ ધનજીભાઈ મકવાણા, ઉમર 21 છે.
પોલીસે CCTV કેમેરાની તપાસ હાથધરી હતી
પાલડી વિસ્તારમાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તીક્ષ્ણ હથિયારો વડે યુવકની હત્યા કરાઈ હતી
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, લગભગ છથી સાત અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે યુવક પર આકસ્મિક હુમલો કર્યો હતો. હુમલાની ગંભીરતા એટલી વધારે હતી કે, યુવક નેશલભાઈ પરેશભાઈ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયો અને તેની ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.