Home Gujarat 14 Year Old Girl Gang Raped In Vadodara

વડોદરામાં વધુ એક સગીરા સાથે ગેંગરેપ : 14 વર્ષની સગીરાને રૂમમાં લઇ જઈ ત્રણ કલાક સુધી સામૂહિક દુષ્કર્મ, એક આરોપી ઝડપાયો, બીજાની શોધખોળ જારી

વડોદરામાં વધુ એક સગીરા સાથે ગેંગરેપ
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 05:18 PM IST

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાના પગલે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને ‘હેપ્પી’ નામના યુવકે સગીરાને લલચાવીને એક રૂમમાં લઈ ગયા હતા. ત્યાં બંને યુવકોએ બળજબરીપૂર્વક વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આશરે ત્રણ કલાક સુધી સગીરાને કેદ જેવી સ્થિતિમાં રાખી તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં ગભરાયેલી હાલતમાં સગીરા ત્યાંથી છૂટી ઘરે પહોંચી હતી.

ઘરે પહોંચ્યા બાદ સગીરાના પિતાએ દીકરીને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. દીકરીની વાત સાંભળતા જ પરિવારમાં ભારે આઘાત અને રોષ ફેલાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ વિલંબ કર્યા વગર ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને બંને આરોપીઓ સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, “મારી દીકરી સાથે જે બન્યું છે તે અત્યંત અમાનવીય છે. આવું કૃત્ય ફરી કોઈ બીજી દીકરી સાથે ન થાય તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. ન્યાય માટે અમે અંત સુધી લડીશું.”

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સગીરા તથા યુવતીઓ પર દુષ્કર્મના બનાવો નોંધાઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવતાં શહેરની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકરો પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આરોપીઓને કડકમાં કડક સજા આપવા અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી. ફતેગંજ પોલીસનું કહેવું છે કે, ફરાર આરોપીની ધરપકડ માટે ટીમો તૈનાત કરી તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી