ગુજરાતમાં સરદાર પટેલાના વિચારો જન જન સુધી પહોંચાડવા સરદાર પટેલ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે આ યાત્રા મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
''રાજકારણને સમાજને સાથે ન જોડીએ તો સારી બાબત રહેશે''
શિવરાજ પટેલે કહ્યું કે, 'રાજકારણને સમાજને સાથે ન જોડીએ તો સારી બાબત છે, સરદાર પટેલની યાત્રા સામાજિક છે. અત્રે જણાવીએ કે, આ યાત્રામા રાજકોટના ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા
''રાજકીય માણસને પોતા પોતાનો રસ હોય છે''
નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું કે, ''આ યાત્રા સામાજિક યાત્રા છે અને સરદાર સાહેબની યાદ કરવાની યાત્રા છે. પોત પોતાની વિચારશક્તિ અલગ અલગ હોય છે. રાજકીય માણસનો પોતા પોતાનો રસ હોય છે, તેઓ એમની રીતે સપોર્ટ લેતા હોય છે. આ યાત્રા અને રાજકીય બાબતોને ભેગા ન જોડાઈએ તો સારી વસ્તુ રહેશે''.