મહેસાણા જિલ્લામાં આજે એક મોટો અકસ્માત ટળી ગયો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે પાનલપુરથી અમદાવાદ જઇ રહ્યા હતા. આ દરમિયાન નંદાસણ નજીક તેમની બુલેટ પ્રૂફ સ્કોર્પિયો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું.
સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ અને ડૉ. પ્રવીણ તોગડિયા સંપૂર્ણ સલામત રહ્યા. ઘટનાની જાણ થતાં જ નંદાસણ પોલીસે ઘટના સ્થળે કાફલો તૈનાત કર્યો અને ગાડીને સુરક્ષા પૂરી પાડી. ટાયર ફાટ્યા બાદ તોગડિયાને તરત જ બીજી એસ્કોર્ટ ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી તેઓ સુરક્ષા કાફલા સાથે અમદાવાદ માટે રવાના થયા. મોટી દુર્ઘટનાથી એક મોટો ખતરો ટળતા, સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
