મુંબઇ સેન્ટ્રલથી વલસાડ આવતી વલસાડ એક્સપ્રેસ ટ્રેનનાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. સાંજે 8 વાગ્યાએ આ બનાવ બન્યો હતો, જેને કારણે મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક બની હતી. ઘટનાની જાણ થતા જ સુરક્ષાનાં ભાગ રૂપે ઓવરહેડ ઇલેક્ટ્રિક સ્પલાય બંધ કરી દેવામાં આવ્યો હતો. અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. અને એન્જિનને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યું હતુ.
સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવ્હાર કેટલાક કલાક માટે ખોરવાઈ ગયો હતો. રેલવે પોલીસ અને અધિકારીઓએ આ મામલે તપાસ કરી રેલવે વ્યવહાર પૂર્વવત કર્યો છે.
